Navsari : વંદે ગુજરાત રથ બે દાયકાના વિકાસની યશગાથા લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ : ધારાસભ્ય પિયુષ દેસાઈ

|

Jul 23, 2022 | 8:46 AM

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે.

Navsari : વંદે ગુજરાત રથ બે દાયકાના વિકાસની યશગાથા લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ : ધારાસભ્ય પિયુષ દેસાઈ
Vande Gujarat Vikas Yatra

Follow us on

બે દાયકામાં ગુજરાતની વિકાસગાથાને આમ જનતા સુધી વર્ણવતી રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’(Vande Gujarat Vikas Yatra) નવસારીના શાતાદેવી રોડ સ્થિત નગર પાલિકા હાઇસ્કૂલ ખાતે સવારે વિકાસયાત્રા રથ સાથે આવી પહોંચ્યો હતો. નવસારી વોર્ડના નગરજનો દ્વારા વંદે ગુજરાતના વિકાસરથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા કક્ષાના પટાંગગણમાં પધારેલા મહેમાનો, શહેરીજનો , પધાધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અવસરે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વિશે વિસ્તારથી લોકોને સમજણ આપવામાં આવી હતી. આ યોજનાઓનો લાભ પ્રજાજનો લે તેવા પ્રયાસો હેઠળ શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું.

નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ સરકારની નિતીની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે તમામ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે ત્યારે વંદે ગુજરાત વિકાસ રથ થકી છેલ્લાં બે દાયકામાં થયેલાં વિકાસની અભિવ્યક્તિ લોકો સુધી પહોંચાડવાનો આ દરમ્યાન ભગીરથ પ્રયાસ કરાયો છે. નવસારી શહેરમાં વિકાસ રથ તમામ વોર્ડમાં ભ્રમણ કરીને ગુજરાતની વિકાસ ઝાંખી નગરજનો પ્રસ્તૃત કરી રહ્યો છે. વંદે ગુજરાત કાર્યક્રમને નવસારી શહેરના વિસ્તાર માટે પૂર્ણાહુતિ કરવામાં આવી છે.આજથી નિયત રૂટ મુજબ નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતેથી પ્રસ્થાન કરશે અને ગ્રામીણ વિસ્તારના લોકોને લાભાનવિંત કરશે. આ પ્રસંગે નવસારી – વિજલપોર નગરપાલિક પ્રમુખ જિગીશ શાહ, નવસારી – વિજલપોર નગરપાલીક ચીફ ઓફિસર જે. યુ.વસાવા, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં ભ્રમણ કરશે. રાજ્યભરમાં 2500 થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિકાસ ગાથા ગણાવાશે
ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસના અનેક શિખરો સર કરી વિકાસની નવી કેડી કંડારી છે.ગુજરાત રાજ્ય વધુને વધુ પ્રગતિનાં સોપાન સર કરીને વિકાસની અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સહકાર, પશુપાલન, સિંચાઈ, રસ્તા, વન અને પર્યાવરણ, પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી, વાહન વ્યવહાર, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. આ યોજનાઓની માહિતી સરકાર આમ આદમી સુધી પહોંચાડી રહી છે.

Next Article