Navsari : મંદિર પર બુલડોઝર ફેરવાતા સ્થાનિકો સાથે નેતાઓ પણ ઉકળ્યા, કોંગ્રેસ અને AAP એ મૌન રેલી યોજી

|

Aug 01, 2022 | 8:41 AM

સ્થાનિકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (AAP) મૌન રેલી યોજી હતી. અને મંદિરનું ફરીથી એજ જગ્યાએ નિર્માણ અને મહિલાઓ પર અત્યાચાર કરનારા અધિકારી વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.

Navsari : મંદિર પર બુલડોઝર ફેરવાતા સ્થાનિકો સાથે નેતાઓ પણ ઉકળ્યા, કોંગ્રેસ અને AAP એ મૌન રેલી યોજી
Navsari temple demolition row

Follow us on

નવસારીમાં (navsari) રાધેકૃષ્ણ મંદિરના ડિમોલિશન (Temple Demolition)બાદ રાજકારણ ગરમાયું છે.આ મુદ્દે હવે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાને આવી છે. સ્થાનિકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મૌન રેલી યોજી હતી. અને મંદિરનું ફરીથી એજ જગ્યાએ નિર્માણ અને મહિલાઓ પર અત્યાચાર કરનારા અધિકારી વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા (Gopal italia) જોડાયા હતા.

 1000થી વધુ લોકોએ રાજીનામુ આપતા મામલો ગરમાયો

તમને જણાવી દઈએ કે, નવસારી શહેરના સર્વોદયનગરમાં વિવાદીત જગ્યા પર મંદિર (Radha krishna temple) તોડી પાડવા મામલે સોસાયટીના 1000થી વધુ લોકોએ પ્રાથમિક સભાપદેથી રાજીનામું આપતા ભાજપમાં હડકંપ મચ્યો છે. ત્યારે હવે આ મામલામાં રાજકીય રંગ પણ ભળ્યો છે. હવે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રસ પણ મેદાનમાં ઉતરી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે લાઠીચાર્જ કર્યો

આપને જણાવવુ રહ્યું કે, મંદિર તોડવાના વિરોધમાં લોકોએ કેન્ડલ માર્ચ (candle March) યોજી વિરોધ વ્યકત કર્યો હતો.જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી. જો કે આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.એટલું જ નહીં મંદિરને તોડતા સમયે પણ સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે (navsari police) લાઠીચાર્જ કર્યો હતો.

Next Article