મુંબઈથી ટેમ્પો ચોરી કરી સુરત તરફ જતા 3 વાહનચોરોને નવસારી પોલીસે ઝડપી પાડ્યા

|

Aug 09, 2022 | 12:07 PM

બાંદ્રા પો.સ્ટેની હદમાં આવેલ મરીના બિલ્ડીંગ સામે રસ્તા ઉપર પાર્ક મારૂતી સુઝુકી કંપનીનો SUPER CARRY STD CNG ટેમ્પો નંબર MH - 02 - FG - 7920 ચોરી થયો હતો.

મુંબઈથી ટેમ્પો ચોરી કરી સુરત તરફ જતા 3 વાહનચોરોને  નવસારી પોલીસે ઝડપી પાડ્યા
The thief had stolen the tempo and fled towards Surat

Follow us on

મુંબઈ(Mumbai)ના બાંદ્રા વિસ્તારમાંથી ટેમ્પોની ચોરી કરી સુરત તરફ લઈ જતા શખ્શોને નવસારી પોલીસે બોરીયાચ ટોલનાકા નજીકથી ઝડપી પાડી વાહનચોરીના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો છે. વાહનચોરીના ગુનામાં પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી મુંબઈ પોલીસને સોંપ્યા હતા. પોલીસે સંતોષ મોનીરામ રામકસસેન રહેવાસી ભરતપુર ( રાજસ્થાન ) , પવન ઉર્ફે છોટુ લાલચંદ શર્મા રહેવાસી હરીયાણા અને રાજકુમાર હરિનારાયણ ગૌતમ રહેવાસી હરિયાણાની ધરપકડ કરી હતી. બાંદ્રા પો.સ્ટેની હદમાં આવેલ મરીના બિલ્ડીંગ સામે રસ્તા ઉપર પાર્ક મારૂતી સુઝુકી કંપનીનો SUPER CARRY STD CNG ટેમ્પો નંબર MH – 02 – FG – 7920 ચોરી થયો હતો. થોડા સમય માટે કામ હોવાથી ચાલક ટેમ્પોમાં ચાવી રાખી બહાર નીકળ્યો હતો.આ ટેમ્પો અજાણ્યા ઇસમો ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરીયાદ ટેમ્પો ચાલક નદીમ અસ્ફાક હુસેન શેખ દ્વારા આપવામાં આવી હતી.

આ ટેમ્પો સુરત તરફ લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ચોરી અંગે આરોપીઓને તથા ટેમ્પો શોધી કાઢવા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા નવસારી ઋરળના પોલીસઇન્સ્પેકટર કે.એલ પટણીને નાકાબંધી માટે સૂચના આપવામાં આવી હતી.

સૂચનાના પગલે સ્ટાફ સાથે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ચોરીના ટેમ્પો સાથે પકડી પડવા નેશનલ હાઇવે 48 ના મુંબઇ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર બોરીયાચ ટોલનાકા ખાતે ખાનગી વાહનમાં વોચ ગોઠવી હતી. માહિતી અનુસારનો સિલ્વર ક્લનો મારૂતી સુઝુકી કંપનીનો MH – 02 – FG – 7920 નંબરનો ટેમ્પો મુંબઇ તરફથી આવતો નજરે પડતા બોરીયાચ ટોલનાકા ખાતે રોકી તલાશી લેવામાં આવતા ચાલક તથા તેની બાજુમા બીજા ત્રણઇસમો મળી આવ્યા હતા. પોલીસે સંતોષ મોનીરામ રામકસસેન રહેવાસી ભરતપુર ( રાજસ્થાન ) , પવન ઉર્ફે છોટુ લાલચંદ શર્મા રહેવાસી હરીયાણા અને રાજકુમાર હરિનારાયણ ગૌતમ રહેવાસી હરિયાણાની ધરપકડ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પોલીસે ત્રણેયની ધરપકડ કરી ચોરી થયેલો સિલ્વર ક્લરનો મારૂતી સુઝુકી કંપનીનો SUPER CARRY STD CNG બંધબોડીનો ટેમ્પો નંબર MH – 02 – FG – 7920 કબ્જે કર્યો છે જેની કિંમત રૂપિયા ૫ લાખ થાય છે. આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસકર્મીઓ નરેન્દ્રસિંહ લાખુભા , યોગીરાજસિંહ મહાવિરસિંહ , દિગ્વિજયસિંહ રવજીભાઇ અને શક્તિસિંહ મહેંદ્રસિંહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નવસારી રૂરલ પોલીસે આરોપી અને મુદ્દામાલ મુંબઈ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

Published On - 12:07 pm, Tue, 9 August 22

Next Article