Navsari : ચોમાસામાં મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્યવિભાગે સર્વે શરૂ કરાવ્યો, 3 લાખથી વધુ સ્થળોએ તપાસ કરાઈ

|

Jun 24, 2022 | 8:59 AM

ટૂંક સમયમાં અર્બન અને પેરી-અર્બન વિસ્તારોમાં ખાસ વેકટર કંટ્રોલ ટીમો મૂકવામાં આવશે જેઓ સમગ્ર વર્ષાઋતુ દરમ્યાન આરોગ્ય કર્મચારીઓની સાથે રહીને સર્વેલન્સ, એન્ટીલાર્વ અને દવા છંટકાવની કામગીરી કરશે.

Navsari : ચોમાસામાં મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્યવિભાગે સર્વે શરૂ કરાવ્યો, 3 લાખથી વધુ સ્થળોએ તપાસ કરાઈ
mosquito

Follow us on

ચોમાસા(Monsoon)ના દસ્તક સાથે મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે.આ સાથે મચ્છરો દ્વારા ફેલાતા રોગચાળાની સમસ્યા પણ ઉભી થાય છે. વરસાદ દરમ્યાન ચોખ્ખા પાણીમાં મચ્છરોના બ્રીડીંગના કારણે ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગો માઝા મૂકે છે. રોગચાળો ન ફેલાય તે માટે નવસારી જીલ્લામાં અગમચેતી સાથે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ટાયર પંક્ચરની દુકાનો, ગેરેજ અને ભંગારની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે કરી બિનજરૂરી ટાયર અને નકામી ચીજ વસ્તુઓના નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ચોમાસામાં મચ્છરોથી ફેલાતા રોગોના નિયંત્રણ માટે જુન મહિનાને મેલેરિયા વિરોધી મહિના તરીકે જાહેર કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સર્વે અને વિવિધ પ્રવૃત્તિઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તંત્રએ 388 ટાયર અને પંકચરની દુકાનો, 248 ગેરેજ અને 99 ભંગારની દુકાનોમાં તપાસ કરી છે. આ પૈકી 1925 નકામા ટાયર-ટ્યૂબનો નિકાલ તથા 232 જેટલા ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે. મચ્છરોનું બ્રીડીંગ ન થાય તે માટે જીલ્લામાં કુલ 276 ટીમો દ્વારા કુલ 3,03,556 ઘરોની મુલાકાત તથા 12,79,131 જેટલા લોકોનો આરોગ્ય સર્વે કરવામાં આવ્યો છે.

આ સર્વેમાં 1577 ઘરોમાં મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા છે. આ ઘરોના કુલ 1712 પાત્રોમાં મચ્છરના બ્રીડીંગ જણાય હતા. કુલ 1,28,675 જેટલા પીવાના પાણીના સિવાયના પાત્રોમાં ટેમીફોસ નાંખીને પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. હાલમાં જૂન માસથી સમગ્ર વર્ષાઋતુ દરમ્યાનદરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તમામ આશાબહેનો દ્વારા હેલ્થ વર્કર સાથે મળીને નિયમિત ડોર-ટુ-દોર સર્વે હાથ ધરવામાં આવે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ટૂંક સમયમાં અર્બન અને પેરી-અર્બન વિસ્તારોમાં ખાસ વેકટર કંટ્રોલ ટીમો મૂકવામાં આવશે જેઓ સમગ્ર વર્ષાઋતુ દરમ્યાન આરોગ્ય કર્મચારીઓની સાથે રહીને સર્વેલન્સ, એન્ટીલાર્વ અને દવા છંટકાવની કામગીરી કરશે. આ કામગીરી માટે 15 વેકટર કંટ્રોલ ટીમોની મંજૂરી રાજ્ય કક્ષાએથી ટૂંક સમયમાં મળે તે કાર્યવાહી હેઠળ છે

નવસારીમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

નવસારી જિલ્લામાં વરસાદની આગાહીના પગલે NDRF ની ટીમ તૈનાત કરી દેવાઈ છે. હવામાન વિભાગની(IMD) આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું છે. નવસારી જિલ્લાના 7 જેટલા ગામ દરિયા કિનારે વસેલા હોવાથી તંત્રએ NDRFના 21 જવાનોની ટીમ તૈનાત કરી છે. ભારે વરસાદના(Heavy Rains) પગલે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે NDRFની ટીમ ખડેપગે છે. મહત્વનું છે કે, 24 અને 25 જૂને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

Published On - 8:58 am, Fri, 24 June 22

Next Article