Navsari : જિલ્લા પુરવઠા અધિકારીએ 1 લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

|

Sep 22, 2022 | 7:29 AM

20 સપ્ટેમ્બરના રોજ 4 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા બાદ વધુ એક અધિકારી બુધવારે લાંચ લેતા તેને પણ રંગેહાથ ઝડપી લેવાયો હતો. વર્ગ ૧ ના અધિકારી વિશાલ રાજકુમાર યાદવ નવસારીમાં જીલ્લા પુરવઠા અધિકારી છે જેને રૂપિયા 1 લાખની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો છે.

Navsari : જિલ્લા પુરવઠા અધિકારીએ 1 લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
Navsari district supply officer caught taking bribe

Follow us on

 

નવસારી(Navsari) જિલ્લામાં ઓઇલનો વેપાર કરતાં વેપારી પાસે જિલ્લા પુરવઠા અધિકારીએ લાંચની માંગણી કરતા ACB છટકું ગોઠવી લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી લીધા છે.અધિકારીને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓઇલના વેપારીના ટાટા આઇસર ટેમ્પોમાં એલ.ડી.ઓ. ભરેલ હતુ તે વાહન પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવે વાહન રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કર્યા હતા. જે કાગળોની તપાસ બાદ અધિકારીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધી હતી ત્યારબાદ અધિકારીએ ફરીયાદી પાસે લાંચ પેટે રૂપિયા 1 લાખની માગણી કરી હતી.

આ બાબતે વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ACB એ છટકુ ગોઠવી નવસારી ગણદેવી રોડ પર આવેલા ઇટાળવા ગામમાં રાજહંસ થીએટર પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું, આરોપી અધિકારીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 1 લાખ માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયા હતા.આ કેસમાં ટ્રેપીંગ અધિકારી એસ.એચ.ચૌધરી પોલીસ ઇન્સપેકટર તાપી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ સહિત એન.પી.ગોહિલ નાં સુપરવિઝનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઉલ્લેખનીય છે કે 20 સપ્ટેમ્બરના રોજ 4 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા બાદ વધુ એક અધિકારી બુધવારે લાંચ લેતા તેને પણ રંગેહાથ ઝડપી લેવાયો હતો. વર્ગ ૧ ના અધિકારી વિશાલ રાજકુમાર યાદવ નવસારીમાં જીલ્લા પુરવઠા અધિકારી છે જેને રૂપિયા 1 લાખની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો છે.

પંચાયતના વહીવટદાર રૂપિયા 47500 ની લાંચ લેતા ઝડપાયા હતા

ભરૂચ(Bharuch)ની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રકટરના 8.65 લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા 47,500 ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એસીબીની ટીમે વહીવટદાર (તલાટી) ની ધરપકડ કરી તેના વિરુદ્ધ ભરૂચ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેમેન્ટની રકમ અટકાવી રાખી ચુકવણી માટે લાંચ માંગનાર સરકારી બાબુને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ઝાડેશ્વર ગામના વિકાસકાર્યોનાં કામ પુરા થયા બાદ કોન્ટ્રાકટરે પેમેન્ટ માટે બિલ મુક્યા હતા જે વહીવટદાર (તલાટી)રાજેશ પટેલ દ્વારા પાસ કરવા માટે પૈસાની માંગણી કરાઈ હતી. રકમ સ્વીકારતા ACB એ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

Published On - 7:28 am, Thu, 22 September 22

Next Article