Navsari : પોલીસ બાદ હવે હોમગાર્ડ દ્વારા પગાર વધારાની માંગ કરાઈ, જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું
ગુજરાત રાજ્યના હોમગાર્ડ જવાનો તરફથી રજુઆત કરવામાં આવી છેકે બીજા રાજ્યોની જેમ હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હોમગાર્ડઝ જવાની આર્થિક રીતે ટકી શકે તે મુજબનું વેતન આપવામાં આવે.હાલમાં ગુજરાત રાજ્યમાં 41000ર જેટલાં ભાઈઓ અને બહેનો દળમાં સેવા આપી રહ્યા છે.

વેતન અને વય નિવૃત્તિની ઉંમરમાં વધારા સહિતની માંગોને લઈને હોમગાર્ડ દ્વારા નવસારી(navsari) જિલ્લા કલેકટર નવસારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદન પાત્ર અનુસાર આપણા દેશમાં ૬ ડિસેમ્બર ૧૯૪૭ ના રોજ ગૃહરક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ આ દળ પોતાના સ્થાપના સમયથી કાર્યરત છે. આ દળમાં સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝ દળની સ્થાપના કરવામાં આવી હતી.
હાલમાં આ દળના જવાનો પોતાના રહેણાંક શહેર અને ગામના પોલીસ સ્ટેશનમાં રાત્રિ અને દિવસ ફરજ તેમજ પોલીસની સાથે રહી રાજ્યની આંતરિક સલામતી અને પ્રજાના જાન-માલનું રક્ષણ કરવા માટે, ટ્રાફિક નિયમન, ચુંટણી બંદોબસ્ત,ધાર્મિક તહેવારોના બંદોબસ્ત જેવા વિવિધ પ્રકારના બંદોબસ્તમાં તેમજ આપાતકાલિન જેવી દરેક પરિસ્થિતિમાં પોલીસના પડછાયા તરીકે ફરજ બજાવી ખુબ મદદરૂપ બને છે. આમ છતાં આ વિભાગના કર્મચારીઓને હક્ક માટે હાથ ફેલાવવાનો વારો આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હાલમાં હોમગાર્ડઝ દળના જવાનોને દૈનિક રૂપિયા ૩૦૪ માનદ વેતન આપવામાં આવે છે અને હોમગાર્ડઝ જવાન કે માસમાં ફક્ત ૨૭ દિવસની મર્યાદામાં ફરજ કરી શકે છે એટલે કે હોમગાર્ડઝ જવાનોને તેમની હાજરી મુજબ ૧ માસ દરમિયાન ૨૭x૩૦૪ =૮૨૦૮ માનદ વેતન ચૂકવામાં આવે છે. આવેદનમાં કહેવામાં આવ્યું છે કે જવાનોને ઘરનું ગુજરાન ચલાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે જ્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં હોમગાર્ડઝ સભ્યોને દૈનિક રૂપિયા 500 થી 800 માનદ વેતન આપવામાં આવે છે તેમજ કેટલાંક રાજ્યોમાં હોમગાર્ડઝ જવાનોને ફિક્સ વેતનનો તો કેટલાંક રાજ્યોમાં કાયમી કર્મચારી તરીકે નો લાભ આપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યના હોમગાર્ડ જવાનો તરફથી રજુઆત કરવામાં આવી છેકે બીજા રાજ્યોની જેમ હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હોમગાર્ડઝ જવાની આર્થિક રીતે ટકી શકે તે મુજબનું વેતન આપવામાં આવે.હાલમાં ગુજરાત રાજ્યમાં 41000ર જેટલાં ભાઈઓ અને બહેનો દળમાં સેવા આપી રહ્યા છે. નિષ્કામ સેવા શબ્દ હટાવી બોમ્બે હોમગાર્ડ એક્ટમાં સંશોધન સુધારા કરી હોમગાર્ડ દળના જવાનોને રાજ્ય કર્મચારીનો દરજ્જો આપી અથવા જો એ બાબત શક્ય ન હોય તો અન્ય પગાર અને વય નિવૃત્તિની ઉંમરમાં વધારા સહિતના લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.