નવસારીઃ ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત

|

May 02, 2022 | 8:52 PM

નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી લેવાઈ રહી છે. સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થયા હતા અને લગ્નની ખરીદી માટે સુરતથી આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

નવસારીઃ ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત
Navsari accident

Follow us on

નવસારીના ધોલાપીપલા માર્ગ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. મૃતકો ચીખલી તાલુકાના સમરોલી ગામના રહેવાસી હતા. પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે CNG કાર અથડાઇ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી લેવાઈ રહી છે. સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થયા હતા અને લગ્નની ખરીદી માટે સુરતથી આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે પુરપાટ ઝડપે દોડતા કન્ટેનર અને CNG કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસે ત્રણ મૃતદેહોને બહાર કઢાયા હતા જ્યારે બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. બનાવને પગલે રાહદારીઓ તેમજ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોનો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચીખલી તાલુકાના સમરોલી ગામની યુવતીના લગ્ન નક્કી થતાં આ પટેલ પરિવાર સુરતથી ખરીદી કરીને પરત પોતાના ગામ આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જેથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. મૃતકોમાં મનિષા પટેલ, મિનાક્ષી પટેલ, શિવ પટેલ, પ્રફુલ પટેલ અને રોનક પટેલના ઘટના સ્ળથે જ મોત થઈ ગયાં હતાં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી. અને ફાયર ટીમની મદદથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું આવી રહ્યું છે.ગેસ કટરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કન્ટેનર અને ઈકો કાર વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે એકનો ચમત્કારિક બચાવની વિગતો પણ મળી છે.

 

Published On - 7:29 pm, Mon, 2 May 22

Next Article