Navsari : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાહનચોરીના ગુનાઓની હારમાળા સર્જનાર કુખ્યાત ગેંગના 2 સાગરીત ઝડપાયા, પોલીસે 21 વાહન કબ્જે કર્યા

|

Jul 04, 2022 | 8:26 AM

વાહન ચોરીના ગુનાનું મહત્વનું ડિટેક્શન કરનાર નવસારી ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીને એસપી  ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા  બિરદાવવામાં આવી હતી. એસપીએ જણાવ્યું હતું કે ટોળકી ગુજરાતમાં આવી વાહન ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જતી હતી.

Navsari : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાહનચોરીના ગુનાઓની હારમાળા સર્જનાર કુખ્યાત ગેંગના 2 સાગરીત ઝડપાયા, પોલીસે 21 વાહન કબ્જે કર્યા
Police seized a total of 21 stolen motorcycles

Follow us on

નવસારી (Navsari)જીલ્લા પોલીસે આંતર રાજ્ય ચોરીને ઝડપવામાં સફળતા હાસલ કરી છે. સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવનાર બાઈક ચોર ગેંગના 1 સગીર સહિત ચોર ટોળકીના ૨ સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 21 જેટલી વિવિધ કંપનીની મોટર સાયકલ પણ પોલીસે કબજે કરી લખો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.નવસારી જીલ્લામાં દાખલ થયેલા વહન ચોરીના ગુનામાં સતત વધારો થતા જીલ્લા પોલીસ એકશનમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો દ્વારા માહિતી મેળવી પોલીસે વાહનચોર ગેંગને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. આ ટોળકીએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગુનાઓની હારમાળા સર્જી હતી.

વધતા જતા વાહન ચોરીના ગુનાઓ સાથે જે સ્થળો ઉપરથી બાઈક ચોરી થવાની ફરિયાદો મળી હતી તે વિસ્તારની આસપાસ લાગેલા સી.સી.ટી.વી ફૂટેજના આધારે પોલીસે સર્વેલન્સ હાથ ધર્યું હતું. જોકે કાર્યવાહી દરમ્યાન ટેકનીકલ સોર્સ દરમ્યાન માલુમ પડ્યું હતું કે વાહન ચોરીના ગુનાઓમાં મધ્યપ્રદેશના કેટલાક શકશો સક્રિય છે. માહિતીના પગલે  નવસારી જીલ્લા પોલીસ અબ્રામા થઇ બીલીમોરા તરફ જતા ત્રણ રસ્તા પાસે  વાહન ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગને પકડવા વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બે ઈસમોને ચોરીની મોટર સાઇકલ પર સવાર જઈ રહ્યા હતા જેમની પાસે વાહનના દસ્તાવેજ મંગાવામાં આવતા નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ બે શખ્સોની ધરપકડ કરવાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોલીસે ચોરીની કુલ 21 જેટલી મોટર સાયકલ  કબજે કરી

નવસારી શહેર: 04
સુરત શહેર: 04
સુરત ગ્રામ્યની : 04
છોટા ઉદયપુરની :  06
ભરૂચ : 01
પંચમહાલ : 01
વડોદરા શહેર : 01

સાથે કાયદાના સઘર્ષમાં આવેલ એક સગીર સાથે અન્ય એક આરોપી ઇસમ વિલેશ ઉર્ફે વિલિય જુગડીયા જે હાલ સુરત ખાતે રહે છે તેની ધરપકડ કરાઈ છે. આ  સાથે પોલીસે અન્ય 4 જેટલા લોકો રીતેશ ચોગડ, ભીલું ભીડે, શૈલેશ કીરાડ, સચિન ચોગડ ને વોન્ટેડ જાહેર કર્યા છે.

મધ્યપ્રદેશમાંથી ચોરીના વાહનો કબ્જે કરાયા: ઋષિકેશ ઉપાધ્યાય એસપી – નવસારી

વાહન ચોરીના ગુનાનું મહત્વનું ડિટેક્શન કરનાર નવસારી ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીને એસપી  ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા  બિરદાવવામાં આવી હતી. એસપીએ જણાવ્યું હતું કે ટોળકી ગુજરાતમાં આવી વાહન ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જતી હતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાહન ચોરી કરી તેને મધ્યપ્રદેશ લઇ જવાતા હતા. નવસારી પોલીસે એમપી માંથી ચોરીના 21 વાહનો કબ્જે કર્યા છે.

Published On - 8:26 am, Mon, 4 July 22

Next Article