Independence Day 2023: દેશપ્રેમ વ્યક્ત કરવા અવાજ હોવો જરૂરી નથી, અહીં સાઇન લેંગ્વેજ વડે બાળકો ગાય છે રાષ્ટ્રગીત, જુઓ Video

|

Aug 13, 2023 | 4:31 PM

સ્વાતંત્ર દિવસ પર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ દેશના નાગરિકો આ પર્વની ઉજવણી કરતાં હોય છે. ત્યારે મૂકબધિર બાળકોને પણ ચોક્કસ પણે રાષ્ટ્રગીત રજૂ કરીને સ્વાતંત્ર પર્વ ઉજવવાની ઈચ્છા તેમની પણ હોય જ જેને લઈ નવસારીના મમતા મંદિર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

દેશ ભક્તિ એ હર કોઈ ભારતીય નાગરિકના રગ રગમાં વસેલી છે. તેને જ કારણે ભારતીઓ પોતાના દેશ માટે કઈ પણ કરી મટવ તૈયાર થઈ જાય છે. હાલ 15મી ઓગસ્ટ આવી રહી છે. જોકે આ દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો જેની ઉજવણી આજ સુધી ભારત વાસીઓ કરતાં આવ્યા છે.

સામાન્ય રીતે સ્વાતંત્ર દિવસ પર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ દેશના નાગરિકો આ પર્વની ઉજવણી કરતાં હોય છે. પરતું સમાજમાં એક એવો વર્ગ પણ છે જે નથી સાંભળી શકતો કે નથી બોલી શકતો. હવે ચોક્કસ પણે રાષ્ટ્રગીત ગાઈને સ્વાતંત્ર પર્વ ઉજવવાની ઈચ્છા તેમની પણ હોય જ જેને લઈ નવસારીના મમતા મંદિર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે નવસારીના આ મમતા મંદિર ખાતે જે બોલી કે સાંભળી નહીં શકતા હોય તેવા બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ અહીં તેમનામાં દેવશભક્તિની ભાવના વધુ પ્રબળ થાય તેને માટે આપણું રાષ્ટ્રીય ગીત ‘જન ગણ મન’ સાઇન લેંગ્વેજ દ્વારા સીખવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : શહેરમાં સેવાકીય સંસ્થાએ આપી 100થી વધારે મહિલાઓને રોજગારી મેળવવાની તાલીમ

નવસારીની આ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળામાં બાળકો કોઈ પણ સ્વાતંત્ર પર્વ ઉપર આ રાષ્ટ્રગીતને પોતાની શક્તિમાં રજૂ કરે છે. શાળાના શિક્ષકો દ્વારા સાંભળી કે બોલી નહીં શકતા હોય તેવા તમામ બાળકોને સ્ટેપ બાય સ્ટેપ આખે આખું રાષ્ટ્રગીત મોઢે કરાવ્યું જે રાષ્ટ્ર ગીત લીટીએ લીટીએ અલગ સાઇન દ્વારા તેને રજૂ કરવામાં આવે છે. એટલેકે માનવ કલ્યાન ટ્રસ્ટ દ્વારા મૂકબધિર બાળકોને પણ દેશભક્તિ માટે એક અનેરું શસ્ત્ર અર્પણ કર્યું છે તેમ કહીએ તો ખોટું નહીં.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:24 pm, Sat, 12 August 23

Next Video