નવસારીમાં પ્રિકોશન ડોઝ માટે તંત્રએ જાગૃતિ ફેલાવવા પ્રયાસ હાથ ધર્યા, 1.63 લાખ લોકોને બુસ્ટર ડોઝ અપાયો

|

Aug 10, 2022 | 9:54 AM

રાજ્ય સરકાર પણ લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં જોઈ શકાય છે કે કોરોના કેસ કયારેક વધી રહ્યા છે, તો ક્યારેક ઓછા થઈ રહ્યા છે.

નવસારીમાં પ્રિકોશન ડોઝ માટે તંત્રએ જાગૃતિ ફેલાવવા પ્રયાસ હાથ ધર્યા, 1.63 લાખ લોકોને બુસ્ટર ડોઝ અપાયો
Very few people took a booster dose

Follow us on

નવસારી(Navsari) જિલ્લામાં 18થી 59 વર્ષ સુધીના લોકોનું અત્યાર સુધીમાં માત્ર 21 ટકા જ બુસ્ટર ડોઝનું વેક્સિનેશન થયું છે. અગાઉ ૬૦ વર્ષ કરતા વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સને કોવિડ રસીના બે ડોઝ બાદ બુસ્ટર (પ્રિકોશન) ડોઝ પણ આપી દેવાયો હતો પરંતુ 18થી 59 વર્ષના લોકો માટે વેક્સિનેશન પાછળથી શરૂ કરાયું હતું. 18 વર્ષથી વધુ વયના લોકોને ‘પેઈડ બુસ્ટર ડોઝ’ અગાઉ આપવાની શરૂઆત કરાઈ હતી પણ ખુબ જ ઓછા લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો.છેલ્લા 1 મહિના આસપાસથી 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વિનામૂલ્યે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ છે. આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 18થી 59 વર્ષ સુધીની વયના 7.60 લાખ બુસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવે છે. જે પૈકી આજદિન સુધીમાં 1.63 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. બીજા શબ્દોમાં કહીંએ તો 21.48 ટકા લોકોએ જ વેક્સીન લીધી છે. હજુ 79 ટકા લોકોનું બુસ્ટર ડોઝનું રસીકરણ બાકી છે.

તાલુકાવાર થયેલ બુસ્ટર ડોઝનું રસીકરણ જોતા નવસારીમાં 22.42 ટકા, જલાલપોરમાં 24.48 ટકા, ગણદેવીમાં 26.65 ટકા, ચીખલીમાં 16.30 ટકા, ખેરગામમાં 10.86 ટકા અને વાંસદા તાલુકામાં 20.79 ટકા થયું છે.

બુસ્ટર ડોઝ માટે જાગૃતિનો અભાવ

હાલના દિવસોમાં પણ કોવિડના કેસો તો બહાર આવી જ રહ્યાં છે પરંતુ ત્રીજી લહેરની જેમ આ ચોથી લહેર પણ વધુ હાનિકારક નથી અને પોઝિટિવ દર્દીઓ તુરંત જ રિકવર થઈ રહ્યાં છે. મૃત્યુઆંક તો નહિવત છે. આ સ્થિતિમાં અગાઉ બે ડોઝના રસીકરણ માટે જે દોડાદોડી હતી તેવો રસ જોવા મળતી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ 5862એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. કોરોનાથી આજે 692 લોકો સાજા થયા છે. ગઈકાલમાં હિસાબે આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 7 ઓગસ્ટે રાજ્યમાં કોરોના કેસ 768 નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં  નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 201, વડોદરામાં 57, ગાંધીનગરમાં 20, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 16, મહેસાણામાં 34,  વડોદરા ગ્રામ્યમાં 25 , સુરતમાં 39, સુરત ગ્રામ્યમાં 31, રાજકોટમાં 46, રાજકોટ ગ્રામ્યમાં 17, ગાંધીનગરમાં 20, ગાંધીનગર ગ્રામ્યમાં 16 અને મોરબીમાં 22 કેસ નોંધાયા છે.

રાજ્ય સરકાર પણ લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં કોરોનાનો બુસ્ટર ડોઝ લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં જોઈ શકાય છે કે કોરોના કેસ કયારેક વધી રહ્યા છે, તો ક્યારેક ઓછા થઈ રહ્યા છે. તેવામાં સ્વાઈન ફલૂનો પણ ખતરો રાજ્યમાં જોવા મળી રહ્યો છે.

Published On - 8:29 am, Wed, 10 August 22

Next Article