Navsari : કેરી કેટલા પ્રકારની હોય છે? હાલની પેઢીએ નામ પણ સાંભળ્યા નથી તેવી દેશી કેરીઓને ભૂતકાળ બનતી અટકાવવા નવસારીમાં વિશેષ પ્રયાસ હાથ ધરાયા

|

Jun 20, 2022 | 6:53 PM

દેશી કેરી પરનું સંશોધન યુનિવર્સિટી દ્વારા પણ બંધ કરવામાં આવ્યું છે અને લોકોમાં પણ જાગૃતતા નો અભાવ છે. આગામી  સમયમાં આ તમામ જૂની કેરીની જાત અદ્રશ્ય થાય તો નવાઈની વાત ગણાશે નહી.

Navsari : કેરી કેટલા પ્રકારની હોય છે? હાલની પેઢીએ નામ પણ સાંભળ્યા નથી તેવી દેશી કેરીઓને ભૂતકાળ બનતી અટકાવવા નવસારીમાં વિશેષ પ્રયાસ હાથ ધરાયા
mango (Symbolic Image)

Follow us on

નવસારી(Navsari) જિલ્લો એ બાગાયતી પાકો માટે ખૂબ જાણીતો જિલ્લો છે અને કેરી એ અહીંનો મુખ્ય પાક ગણાય છે. હાલના સમયમાં ખેતી ક્ષેત્રે નવા સંસોધનને લઈ કેરીની જૂની અને જાણીતી કેરીની જાતો ભૂતકાળ બનવાના આરે આવીને ઊભી છે. માત્ર કેસર,  રાજાપુરી અને હાફુસ કેરીની જાતો તરફ વધુ સંશોધન થયું છે જેના કારણે ઘણી જૂની અને જાણીતી કેરી હવે ભુલાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિમાં આવી ગઈ છે. વનરાજ, સરદાર, દાડમીયો અજમણીયા જેવી જાતોના તો હાલની પેઢીએ નામ પણ સાંભળ્યા નથી તેવામાં દેશી કેરીઓ માત્ર ઈતિહાસ બની રહે તેવો ભય છે. હાલના આધુનિક સમયમાં સતત અપગ્રેડેશન થાય છે આ સ્થિતિમાં સંશોધનના અભાવે ઘણી બાબતો ઈતિહાસ બનીને રહી જાય છે.આવી જ  પરિસ્થતિનું નિર્માણ કેરીના પાકમાં પણ થયું છે. હાલમાં કેરીની ખેતી દરમ્યાન જૂની પ્રજાતિઓને બાજુ મૂકી વૈજ્ઞાનીકો દ્વારા શોધાયેલ નવી પ્રજાતિની ખેતી વધુ પ્રમાણમાં થતી જોવા મળી રહી છે.

દેશી કેરી પરનું સંશોધન યુનિવર્સિટી દ્વારા પણ બંધ કરવામાં આવ્યું છે અને લોકોમાં પણ જાગૃતતા નો અભાવ છે. આગામી  સમયમાં આ તમામ જૂની કેરીની જાત અદ્રશ્ય થાય તો નવાઈની વાત ગણાશે નહી. તો બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ નવી જાતો નો સતત આવિષ્કાર કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાલમાં શોધાયેલ કેરીની નવી જાતો ટકાઉ છે અને તેમાં સડો પણ લાગતો નથી. પરંતુ આ સંસોધન ફક્ત એક – બે જાત પૂરતું જ કરવામાં આવ્યું હોવાથી અન્ય દેશી પ્રજાતિઓનની ઓળખ ભૂતકાળ  બને તો નવાઈ નહી.

કૃષિ યુનિવર્સિટી કેરીની નવીજાતો ના આવિષ્કાર સાથે જૂની જાતો નું પ્રદર્શન યોજી ખેડુતોને તેનાથી પણ માહિતગાર કરવા વિવિધ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. ખાસ કરીને કમોસમી વરસાદથી કેરીની નવી જાતના પાકને બચાવવા અંગે વિવિધ પ્રયાસ હાથ ધરાયા છે.દેશી  જાતોનું મૂલ્યવર્ધન નહી પરંતુ તેને કઈ રીતે બચાવવી તે અંગે પણ ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જૂનાગઢની કેરી ઓછી મળી

જૂનાગઢમાં આ વખતે કેસર કેરીનું માત્ર 40 ટકા જ ઉત્પાદન થયું છે. જ્યારે 60 ટકાથી વધુનું નુકસાન ભોગવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સામાન્ય લોકો માટે કેરી મોંઘી સાબીત થઈ રહી છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડામાં ગીર પંથકમાં હજારો આંબાઓ ધરાશાયી થઈ ગયા હતા અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

Published On - 6:53 pm, Mon, 20 June 22

Next Article