Navsari : 21મી સદીમાં પણ 17મી સદીનાં વિચાર ધરાવનારા પરિવારે અભયમની સમજાવટથી 17 વર્ષની દીકરીનાં લગ્ન રદ કર્યા

|

Jun 03, 2022 | 11:59 AM

સૂત્રો અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા 181 મહીલા હેલ્પ લાઇન ને જાણ કરવામાં આવતાં ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કિશોરીના માતાપિતા હયાત નથી જેથી તે ફોઈ ફુવા સાથે રહેતી હતી જેઓ એ દિકરી ના લગ્ન કરાવી સાસરે મોકલી આપવા પ્રયાસ શરૂ કર્યા હતા.

Navsari : 21મી સદીમાં પણ 17મી સદીનાં વિચાર ધરાવનારા પરિવારે અભયમની સમજાવટથી 17 વર્ષની દીકરીનાં લગ્ન રદ કર્યા
Symbolic Image

Follow us on

181 અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા નવસારી(Navsari)ની કિશોરીના બાળલગ્ન(child marriage) થતા અટકાવાયાં છે. અભયમને માહિતી મળતા ટીમ તાત્કાલિક સ્થળ ઉપર રવાના કરાઈ હતી. પરિવારને કાયદાની કડકાઈ કે ભય બતાવીને નહિ પરંતુ સમજાવીને આ લગ્ન ગેરકાયદેસર હોવાનું જણાવાયું હતું. બંને પરિવારોને પોતાની ભૂલ સમજાતા તેમણે પણ લગ્ન રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ લગ્ન પ્રસંગમાં દિકરીની ઉંમર 17 વર્ષ હતી જે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ -2006મુજબ બાળ લગ્નની વ્યાખ્યામાં આવતી હોવાથી તે અટકાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અભયમ પોલીસની મદદ અને કાઉન્સેલિંગ એક ક્લિક કે ડાયલ પર ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતની મહિલાઓને 181 અભયમ 24 કલાક 365 દિવસ માટે મદદ કરી રહી છે.

નવસારીના એક ગામ માં એક કિશોરીના લગ્ન થઇ રહ્યા હોવાની 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી એક ત્રાહિત વ્યકિતએ માહિતી આપી હતી. કોલ મળતા અભયમ રેસ્ક્યુ ટીમ નવસારી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સહી એક બાળકીના લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. કાઉન્સેલરે પરિવારને સમજાવી બાળ લગ્ન અટકાવવા પ્રયાસ શરૂ કર્યા હતા. બંને પરિવાર આ લગ્ન ગેરકાયદેસર હોવાની સમજણ આપવામાં આવતા લગ્ન અટકાવવા સંત થયા હતા અને ટીમને એક મોટી સફળતા મળી હતી.

સૂત્રો અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા 181 મહીલા હેલ્પ લાઇન ને જાણ કરવામાં આવતાં ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કિશોરીના માતાપિતા હયાત નથી જેથી તે ફોઈ ફુવા સાથે રહેતી હતી જેઓ એ દિકરી ના લગ્ન કરાવી સાસરે મોકલી આપવા પ્રયાસ શરૂ કર્યા હતા. અભયમ દ્વારા આધાર પુરાવાની ખરાઈ કરતાં દિકરીની ઉંમર ૧૭ વર્ષ જણાઈ હતી. જે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ -2006 મુજબ બાળ લગ્નની વ્યાખ્યામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ લગ્ન ગેરકાયદેસર હોવાથી 181 અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા પરિવાર અને સબંધીઓને સમજણ આપી કે બાળ લગ્ન કરવા અને મદદગારી કરવી સામાજીક અને કાયદાકીય અપરાધ હોવાનું જણાવાયું હતું. આ કૃત્ય બદલ સજા થઇ શકે જ્યારે અપરાધ કરવાના સ્થાને દીકરી પુખ્ત વયની થાય ત્યારે લગ્ન કરાવવા સમજાવામાં આવ્યું હતું. અભયમ ટીમની સમજાવટથી આખરે લગ્ન મોકુફ રાખ્યા હતાં . દિકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ બાળલગ્નના કાયદા થી અજાણ હોવાથી લગ્ન નક્કી કર્યા હતા. નાની વયમાં બાળકીના લગ્ન ન કરાવવા તેમણે વચન પણ આપ્યું હતું. જે બાબતે અભયમ ટીમે લેખિતમાં નિવેદન લીધું હતું . આ પ્રયાસ હેઠળ અભયમ ટીમ નવસારીએ બાળલગ્ન અટકાવી સરાહનીય કામગીરી કરી હતી .

Published On - 11:59 am, Fri, 3 June 22

Next Article