Navsari : પાલિકા દ્વારા તૈયાર થયેલા શોપિંગ સેન્ટરની હરાજી હજુ સુધી નહીં, દુકાનોની હાલત ખખડધજ

|

Oct 05, 2021 | 4:39 PM

કુદરતી કાસએ સારા ઇન્ફ્રા સ્ટ્રક્ચર માટે આવશ્યક ગણાય છે. મહત્વનું છે કે આવી કુદરતી કાંસો પર બાંધકામ કે પુરાણ નહી કરવા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન હોવા છતાં પાલિકાએ બેદરકારી દાખવીને રાજ્ય સરકાર એટલેકે પ્રજાના રૂપિયા વેડફી મુક્યા છે.

Navsari : પાલિકા દ્વારા તૈયાર થયેલા શોપિંગ સેન્ટરની હરાજી હજુ સુધી નહીં, દુકાનોની હાલત ખખડધજ
Navsari: Shopping center not ready yet, condition of shops is deteriorating

Follow us on

નવસારી નગરપાલિકા દ્વારા છ વર્ષ પહેલા ૩ કરોડના ખર્ચે બનાવેલું શોપિંગ સેન્ટર આજે પણ હરાજી થઇ શક્યું નથી. તમામ દુકાનો ખખડધજ હાલતમાં આવી ગઈ છે. પાલિકા દ્વારા કરવામાં આવેલો ખર્ચો માથે પડયાની સ્થિતિમાં આવી ગયું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ વિકાસ માટે ખુબ મહત્વનું સાધન છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. ત્રણ કરોડ ના ખર્ચે ૧૧ વર્ષ પહેલાં બનેલ શોપિંગ સેન્ટર આજે પણ ઉદ્ઘાટન થયું નથી. અને ધૂળ ખાવાનો વારો આવ્યો છે. કાસ પર ઉભી કરાયેલું શોપિંગ સેન્ટર વગર વિચાર્યે તાણી બાંધ્યું હતું. અને પાછળથી કલેક્ટર દ્વારા પરવાનગી મળી શકી નથી. જેના કારણે પાલિકાને 3 કરોડની ખોટ સાથે દર મહિને મળી શકે એવી ઇન્કમમાંથી પણ હાથ ધોઈ નંખાયા છે.

કુદરતી કાસએ સારા ઇન્ફ્રા સ્ટ્રક્ચર માટે આવશ્યક ગણાય છે. મહત્વનું છે કે આવી કુદરતી કાંસો પર બાંધકામ કે પુરાણ નહી કરવા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન હોવા છતાં પાલિકાએ બેદરકારી દાખવીને રાજ્ય સરકાર એટલેકે પ્રજાના રૂપિયા વેડફી મુક્યા છે. ત્યારે હવે શોપિંગ સેન્ટર નું હવે શું થશે. એ મોટો પ્રશ્ન છે. જોકે હાલ નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવાયું કે, ટેકનીકલ ઘુચ તમામ કાઢી આ શોપિંગ સેન્ટરની હરાજીની પ્રક્રિયા હાથે લેવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પરવાનગીની વાટે બેઠેલી પાલિકા પ્રજાના પૈસાનો મહેલ બનાવી ધૂળ ચડાવવા મુક્યો હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. હવે કેટલા સમયમાં હરાજી કરી આ શોપિંગ મોલ પ્રજાના ઉપયોગ માટે આવે તે હવે જોવું રહ્યું.

નોંધનીય છેકે પાલિકા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થયેલું શોપિંગ સેન્ટર કેમ હજુ જેમનું તેમ છે. તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે. શોપિંગ સેન્ટર માટે કરોડોનો ખર્ચ કરાયો છે. ત્યારે આ કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. અને, શોપિંગ સેન્ટર હાલ ખંડેર જેવું બની ગયું છે. આ માટે આખરે જવાબદાર કોણ ?

આ પણ વાંચો : GCRIની સોનેરી સિદ્ધિ : ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી

આ પણ વાંચો :  અમેરિકા પ્રવાસની અપાર સફળતા પછી, પીએમ મોદી હવે યુરોપ જશે, જી -20 કોન્ફરન્સમાં ભાગ લેશે, જાણો કોણ કોણ થશે સામેલ

Next Article