AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : ચિખલીના કસ્ટોડિયલ ડેથ કેસ મામલે PSI એમ.બી.કોકણીની ધરપકડ

Navsari : ચિખલીના કસ્ટોડિયલ ડેથ કેસ મામલે PSI એમ.બી.કોકણીની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:51 PM
Share

ચીખલી પોલીસે 21 જુલાઈના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે આરોપીઓને ચોરીના ગુનાને લઈને ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ હતી. જે અંતર્ગત 19 વર્ષીય સુનિલ પવાર અને રવિ જાદવએ આત્મહત્યા કરી હતી.

નવસારીના ચિખલીના કસ્ટોડિયલ ડેથ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ચોથા આરોપીની નવસારી એલસીબી પોલીસે ધરપકડ કરી છે. 2 મહિનાથી ફરાર આરોપી PSI એમ. બી. કોકણીની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ એક પીઆઈ અને 2 કોન્સ્ટેબલની અટકાયત થઈ ચૂકી છે. કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હજુ એક પોલીસ કોન્સ્ટેબલ ફરાર છે.

બહુચર્ચિત બનેલા નવસારીનાં ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવસારી પોલીસે ત્રણ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા કસ્ટોડિયલ ડેથ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે કાર્યવાહી કરતી નવસારી પોલીસે આરોપી અધિકારી સહિત 3ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલી પોલીસે 21 જુલાઈના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે આરોપીઓને ચોરીના ગુનાને લઈને ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ હતી. જે અંતર્ગત 19 વર્ષીય સુનિલ પવાર અને રવિ જાદવએ સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.

આ સમગ્ર મામલે પોલીસની કામગીરી અને કથિત આત્મહત્યાને લઇને અનેક સવાલો ઊભા થયા હતા. જેમાં પોલીસ અધિકારીઓએ આદિવાસી સમાજને સતત તપાસ અને ન્યાય આપવાની માંગ કરી સમજાવ્યા હતા. આ ઉપરાંત આદિવાસી સમાજ અને કોંગ્રેસના ચીખલી-વાંસદા ધારાસભ્ય અનંત પટેલે આરોપી પોલીસ અધિકારી અને કર્મચારીઓની ધરપકડ થાય તે માટે આંદોલન પણ કર્યા હતા.

આ પણ વાંચો : નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રીની વલસાડ મુલાકાત, પાક ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી કરાશે : નરેશ પટેલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">