Navsari : એક વાનરરાજ કરે છે વાહનોના કાચની તોડફોડ અને ચોરી , તમે કારણ જાણીને ચોંકી જશો

|

Nov 20, 2021 | 6:27 PM

વાનરરાજની આ કહાનીમાં મહત્વનું એ છે કે શા માટે આ વાનરરાજ તમામ ગાડીઓ કે કારના કાચ તોડીને સાથે લઈ જાય છે ? શું રહસ્ય હશે આ કાચ તોડવા પાછળનું ?

Navsari : એક વાનરરાજ કરે છે વાહનોના કાચની તોડફોડ અને ચોરી , તમે કારણ જાણીને ચોંકી જશો
વાનરરાજનો આતંક

Follow us on

કોઈ ચોર ચોરી કરે તો આપણે એકવાર માની પણ લઈએ. પરંતુ અહીં તમને વિશ્વાસ નહીં થાય એક વાનરરાજ કાચની ચોરી કરતા ઝડપાયો છે એટલું જ નહીં સમગ્ર ગામ આ વાનરરાજથી હાલ ત્રસ્ત થઈ ચૂક્યું છે.

વાત છે નવસારી જિલ્લાના સુપા ગામની કે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બહારથી આવેલા કપિરાજે આતંક મચાવ્યો છે. ક્યારેક લોકોના ઘરના તો ક્યારેક ગાડી અને વાહનોના કાચ તોડી સાથે લઈ ત્યાંથી ફરાર થઈ જાય છે. જો આ વાનરરાજને ત્યાંથી ભગાડવા જાય તો હુમલાનો શિકાર મનુષ્ય થવું પડે. જેથી સમગ્ર ગામના લોકો વાનરથી ભયભીત થઈને ઘરમાં બેસવા મજબૂર બન્યા છે. મહત્વનું એ છે કે એક પણ ગાડીનો કાચ કે ઘરના કાચ જો આ વાનરને દેખાય તો તરત જ તોડીને કાચ લઇ ત્યાંથી નાસી છૂટે છે. જોકે ગામના લોકો આ આ વાનરની ધમાલથી ત્રાસી જતા સ્થાનિક એન.જી.ઓ અને વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો.

વાનરરાજની આ કહાનીમાં મહત્વનું એ છે કે શા માટે આ વાનરરાજ તમામ ગાડીઓ કે કારના કાચ તોડીને સાથે લઈ જાય છે ? શું રહસ્ય હશે આ કાચ તોડવા પાછળનું ? સમગ્ર સુપા પંથકમાં વાનરના આ આતંકને પગલે ગાડીઓના કાચમાં મોજા કે કપડાં ઢાંકવાની લોકોએ શરૂઆત કરવી પડી. જેને લઇને વાનરરાજને કાચ ન દેખાય અને ગાડીઓને નુકસાન નહી પહોંચાડે. વિવિધ અનુમાનો વચ્ચે સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ગાડીના કાચ કે ગાડી વડે અથડાઈને આ વાનરના બચ્ચાનું મૃત્યુ થયું છે. ક્યાં તો એવી કઈ ઘટના બની હશે કે વાનર આ ગાડીઓને નફરત કરવા લાગ્યો આવી અટકળોને સમગ્ર પંથકમાં ચહલપહલ શરૂ થઇ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગ્રામજનોની ફરિયાદને પગલે સ્થાનિક એનજીઓ અને વનવિભાગ દ્વારા આ વાનરરાજને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી. તોફાની કપિરાજને પકડવા માટે વનવિભાગે પાંજરૂ મુકી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિચારવાની વાત તો એ છે કે, હવે શું પાંજરામાં પણ કપિરાજને પૂરવા માટે કાચ મૂકવો પડશે ? જોકે અંતે કપિરાજ પાંજરે પુરાશે તોજ ગ્રામ જનો શાંતિનો શ્વાસ લઈ શકશે.

આ પણ વાંચો : અભિનેત્રી રકુલપ્રીત સિંહની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

Published On - 6:12 pm, Sat, 20 November 21

Next Article