Gujarat Election 2022: અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, 25 અને 26 જૂને કેવડિયામાં બે બેઠકમાં આપશે હાજરી

|

Jun 24, 2022 | 11:41 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આજે રાત્રે 10 વાગે અમિત શાહ વડોદરા (Vadodara) પહોંચશે.

Gujarat Election 2022: અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, 25 અને 26 જૂને કેવડિયામાં બે બેઠકમાં આપશે હાજરી
Home Minister Amit Shah (File Image)
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને પગલે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે તેમાં પણ ભાજપના (BJP) નેતાઓ સૌથી વધુ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) અવારનવાર ગુજરાતના મુલાકાતે આવવા લાગ્યા છે. ત્યારે આજે ફરીથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આજે વડોદરા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જે પછી તેઓ 25 જૂને કેવડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આજે વડોદરા પહોંચશે અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આજે રાત્રે 10 વાગે અમિત શાહ વડોદરા પહોંચશે. વડોદરા સર્કિટ હાઉસમાં જ અમિત શાહ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 25 જૂને તેઓ કેવડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો 26 જૂને પણ તેઓ ફોરેન્સિક સાયન્સની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત અમિત શાહ એકતા ટ્રાઇબલ કેફે, એકતા પાર્ક, સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિતની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે અમિત શાહ અમદાવાદ જવા રવાને થશે અને અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે.

કેવડિયામાં બે બેઠકમાં હાજરી આપશે

તો આ પછી પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 30 જૂને ગુજરાત આવવાના છે. 1 જૂને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. તેઓ રથયાત્રાના દિવસે પરંપરાગત રીતે મંગળા આરતીમાં હાજર રહેશે. આ ઉપરાંત 1 જુલાઇએ કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં તેઓ 750 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનું છે કે આ અગાઉ 27 મેના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ 29મી મેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજકોટમાં (Rajkot) બનેલા રાજ્યના પ્રથમ આધુનિક ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન કરવાના છે. બન્ને પોલીસ સ્ટેશન વિદેશી ટેકનોલોજીથી સજ્જ છે. પોલીસ સ્ટેશનમાં આરોપીના ઈન્વેસ્ટીગેશન માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ક્રાઇમ DCP, એસીપી, 2 પીઆઈ સહિતના અધિકારીઓની અલગ અલગ આધુનિક ચેમ્બરો પણ તૈયાર કરવામાં આવી છે.

Next Article