વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે, કરોડોની આપશે ભેટ

|

Oct 30, 2024 | 11:33 AM

પીએમ મોદી દિવાળીના દિવસે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. બે દિવસ પહેલા પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં હતા.  પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતુ. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે, કરોડોની આપશે ભેટ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતને દિવાળી દરમિયાન કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ આપવાના છે. સાંજે 6 વાગ્યે તેઓ 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન દિવાળીના દિવસે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5.30 વાગ્યે એકતા નગરમાં 280 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો હેતુ પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને પ્રદેશમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે.

આ પછી PM મોદી સાંજે 6 વાગ્યે 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99મા કોમન ફાઉન્ડેશન કોર્સ આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસના 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ 30-10-2024
પગમાં અહીં દબાવશો એટલે શરીરનો બધો ગેસ નીકળી જશે, જુઓ Video
સુરતમાં અહીં બનશે 6 નવા ફ્લાય ઓવરબ્રિજ, જાણો સંપૂર્ણ વિગત
માત્ર અનુલોમ વિલોમથી જ શરીરની આટલી બધી સમસ્યાઓનું થશે સમાધાન,જાણો
તમે પણ કમાઓ અને ખરીદો... ચામડાની બેગના દાવા પર ટ્રોલર્સને જયા કિશોરીનો વળતો જવાબ
દિવાળી પહેલા કેદારનાથ પહોંચી બોલિવુડ અભિનેત્રી, જુઓ ફોટો

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે

પીએમ મોદી દિવાળીના દિવસે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ મોદી એકતા દિવસના શપથ લેવડાવશે અને યુનિટી ડે પરેડ નિહાળશે. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડી, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડ સામેલ હશે. અમારા એરમેન પણ આ કાર્યક્રમમાં ફ્લાયપાસ્ટ કરશે. આર્મી ઉપરાંત શાળાના બાળકો પણ વારા પાઇપ બેન્ડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં પણ પીએમ મોદીના કાર્યક્રમો યોજાશે ત્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

બે દિવસ પહેલા પણ વડાપ્રધાન મોદી ગુજરાતમાં હતા.  પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતુ. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની નિહાળી હતી. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.

Published On - 10:35 am, Wed, 30 October 24

Next Article