AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada : સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ટીમ ગુજરાત નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થઇ

ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી. આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.

Narmada : સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ટીમ ગુજરાત નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થઇ
Narmada Aarti
Kinjal Mishra
| Edited By: | Updated on: May 20, 2023 | 6:52 AM
Share

ગુજરાતના(Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલ રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં(Narmada Aarti)  સહભાગી થયા હતા. ચિંતન શિબિર ના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદા ની સંધ્યા આરતીનો લ્હાવો લીધો હતો. તેમણે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના નર્મદા સમક્ષ કરી હતી. નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ પણ જોડાયા હતા. શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.

ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ હાજર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 19 થી 21 મે દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્ય સરકારની 10 મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિર ના પ્રથમ દિવસને અંતે સંધ્યા કાળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતી કરવા સાથે ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરી હતી.

ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી

ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી હતી. આ વેળાએ નર્મદા નદીમાં વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી. પ્રથમ દિવસની ચિંતન શિબિરના વિવિધ કાર્યક્રમો બાદ સંધ્યા ટાણે મુખ્યમંત્રી સહિત “ટીમ ગુજરાત”એ ગોરા ઘાટ ખાતે યોજાતી નર્મદા મૈયાની દૈનિક આરતીનો આસ્થાપૂર્વક ધર્મલાભ મેળવ્યો હતો.

નર્મદા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">