Narmada: આજથી શરૂ થતી પર્યાવરણ પ્રધાનોની કોન્ફરન્સનું PM Modi કરશે વર્ચ્યૂઅલ ઉદ્ધાટન, વન્યજીવ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ સહિત મહત્વના મુદ્દાઓ અંગે થશે ચર્ચા

|

Sep 23, 2022 | 7:41 AM

આ કોન્ફરન્સમાં વન્યજીવ સંરક્ષણ (Wildlife conservation) પર વિશેષ ભાર સાથે વન વિસ્તાર વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આજથી શરૂ થતી બે દિવસીય કોન્ફરન્સમાં છ સત્રો હશે.

Narmada: આજથી શરૂ થતી પર્યાવરણ પ્રધાનોની કોન્ફરન્સનું PM Modi કરશે વર્ચ્યૂઅલ ઉદ્ધાટન, વન્યજીવ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ સહિત મહત્વના મુદ્દાઓ અંગે થશે ચર્ચા
પીએમ મોદી પર્યાવરણ કોન્ફર્ન્સમાં વર્ચ્યૂઅલી ઉપસ્થિત રહેશે.

Follow us on

આજથી નર્મદા  (Narmada) જિલ્લાના કેવડિયા  (Kevadiya) ખાતે દેશના વિવિધ રાજ્યોના પર્યાવણ પ્રધાનોની બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત થશે. જેનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) વર્ચ્યૂઅલી કરશે. તેમજ વીડિયો કોન્ફરન્સ (Conerence) દ્વારા પ્રધાનમંત્રી આ કોન્ફરન્સને સંબોધન પણ કરશે. આ કોન્ફરન્સ લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ થીમ ઉપર યોજાશે. પર્યાવરણ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ પણ  હાજર રહેશે. ઉપરાંત આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહેશે.

બે દિવસીય કોન્ફરન્સમાં આયોજિત થશે 6 સત્રો

આ કોન્ફરન્સમાં વન્યજીવ સંરક્ષણ (Wildlife conservation) પર વિશેષ ભાર સાથે વન વિસ્તાર વધારવા પર ધ્યાન આપવામાં આવશે. આજથી શરૂ થતી બે દિવસીય કોન્ફરન્સમાં છ સત્રો હશે. આમાં જીવન, આબોહવા પરિવર્તનના પડકારો, પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે સિંગલ વિન્ડો ઇવેક્યુએશન સુવિધા માટે પર્યાવરણ આયોજન, વન વ્યવસ્થાપન, પ્રદૂષણ નિયંત્રણ  (Pollution Control) અને નિવારણ, વન્યજીવન વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક અને કચરાના વ્યવસ્થાપન જેવા વિષયોનો સમાવેશ થાય છે.hdnemd

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

પ્લાસ્ટિકના પ્રદૂષણને રોકવાનો કરવામાં આવશે પ્રયાસ

સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા અને પર્યાવરણ માટે જીવનશૈલી (લાઇફ) ને ધ્યાનમાં રાખીને આબોહવા પરિવર્તનના પડકારનો અસરકારક રીતે સામનો કરવા સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, વન્યજીવો અને વન વ્યવસ્થાપનના મુદ્દાઓ પર રાજ્યોની એક્શન પ્લાન જેવા મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સંકલન બનાવવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મુદ્દે  ચર્ચા કરીને પર્યાવરણ સુરક્ષા માટેના  પગલાંને વધુ સઘન બનાવવામાં આવશે.

Next Article