Narmada: નર્મદા ડેમ 138. 68 મીટરની સપાટીએ સિઝનમાં ત્રીજી વાર થયો છલોછલ , ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલાયા

|

Oct 12, 2022 | 12:09 PM

સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી   13 સપ્ટેમ્બરના રોજ  137.84 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમની  (Narmada dam) મહત્તમ સપાટી 138.68 મીટર છે અને સપ્ટેમ્બર મહિનામાં  ગુજરાતમાં તેમજ ઉપરવાસમાં વિવિધ સ્થળે વરસાદ  ચાલુ રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો  થયો હતો.  તે અગાઉ   ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું.

Narmada:  નર્મદા ડેમ 138. 68 મીટરની સપાટીએ સિઝનમાં ત્રીજી વાર થયો છલોછલ , ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલાયા

Follow us on

ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે કે જીવાદોરી  નર્મદા (Narmada) નદી પરનો સરદાર સરોવર ડેમ  (Sardar Sarovar Dam) આ સિઝનમાં ત્રીજી વાર છલોછલ થયો છે  અને ઉપરવાસમાંથી પાણીની આવક 94,442  ક્યૂસેક નોંધાઈ છે જ્યારે  પાણીની કુલ જાવક  93,658 ક્યુસેક  નોંધાઈ છે , પાણીની આવકને પગલે નર્મદા નદી  (Narmada river ) ફરીથી  બે કાંઠે જોવા મળી રહી છે અને ડેમ ના ફરી 3 દરવાજા 1.30 મીટર ખોલીને  30000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો   રીવરબેડ  River Bed Power House   પાવરહાઉસમાંથી 42272 ક્યુસેક પાણીની જાવક  અને  કેનાલ હેડ Canal Head Power House   પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 21386 ક્યુસેક નોંધાઈ છે.

પ્રથમ નોરતે બીજી વાર છલકાયો હતો ડેમ

અગાઉ  સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)  આ  નવરાત્રીમાં પ્રથમ  નોરતે ફરી એક વાર છલકાઈ ગયો હતો  અને ડેમ છલકાતા નર્મદા ડેમના 23 દરવાજા 98 સેમી ખોલી નાખવામાં આવ્યા હતા તેમજ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું . વરસાદની ચાલુ સીઝનમાં બીજી વખત ડેમ છલકાયો હતો અને તે સમયે  ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 44 હજાર 775 ક્યુસેક પાણીની આવકનો નોંધાઈ હતી અને   નર્મદા ડેમ છલકાતા રિવરબેડ પાવર હાઉસ થકી દરરોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન  પણ નોંધાયું હતું.

05 સપ્ટેમ્બરના રોજ સપાટી થઈ હતી 137 મીટર

તો  સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી   13 સપ્ટેમ્બરના રોજ  137.84 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમની  (Narmada dam) મહત્તમ સપાટી 138.68 મીટર છે અને સપ્ટેમ્બર મહિનામાં  ગુજરાતમાં તેમજ ઉપરવાસમાં વિવિધ સ્થળે વરસાદ  ચાલુ રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો  થયો હતો.  તે અગાઉ   ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓગસ્ટ માસમાં પ્રથમ વાર જળસ્તર પહોંચ્યું હતું ઓવરફલોની સપાટી નજીક

તો સૌ પ્રથમ વાર  ઓગસ્ટ 2022ની   12 તારીખે નર્મદા ડેમમાં પ્રથમવાર સપાટી 133.51 મીટર પર પહોંચી હતી તો 15 સપ્ટેમ્બરના રોજ નર્મદાની જળસપાટી (Water level) 138.68 મીટર પર પહોંચતા (Monsoon 2022) પ્રથમ વખત સરદાર સરોવર ડેમ (Narmada dam) છલકાતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં   તેમજ ગુજરાતના વિવિધ ડેમમાં આ ચોમાસમાં  સતત પાણીની સારી એવી આવક  રહી છે ત્યારે એવી આશા સેવવામાં આવી રહી છે કે આ વખતે  ગુજરાતવાસીઓએ પાણીની અછતનો સામનો નહીં કરવો પડે.

 

વિથ ઇનપુટ ક્રેડિટ:  વિશાલ પાઠક, નર્મદા ટીવી9

Next Article