Narmada : જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓ બંધ હાલતમાં, પશુપાલકોને મોટું નુકસાન
ઘણી મંડળીઓ એવી છે કે જેમાં પ્રમુખ અને મંત્રીની બેદરકારીને લીધે બંધ થઈ ગઈ છે. આવી જે મંડળીઓ છે તેમને નાના સેમિનારોનું આયોજન કરવું જોઈએ. જેથી પશુપાલકોને પણ આ સેમિનારમાંથી ખુબ સારી માહિતી મળી શકે.
નર્મદા જિલ્લામાં ગામડે ગામડે ચાલતી મોટાભાગની દૂધ ડેરીઓ બંધ હાલતમાં છે. ઘણી ડેરીઓ ફડચામાં ગઈ છે. આમ તો નર્મદા જિલ્લામાં ગામડાઓમાં દૂધના ધંધા પર નિર્ભર ઘણા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. પણ હાલમાં ગુજરાત સરકારના એક સર્વેમાં જાણવા મળ્યું કે 152 દૂધ ડેરીઓ બંધ હાલતમાં છે. દૂધ મંડળીઓમાં પૂરતું દૂધ ઉત્પાદન થતું હતું તે હવે થતું નથી. જેથી પશુપાલન ક્ષેત્રે ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે.
ઘણી મંડળીઓ એવી છે કે જેમાં પ્રમુખ અને મંત્રીની બેદરકારીને લીધે બંધ થઈ ગઈ છે. આવી જે મંડળીઓ છે તેમને નાના સેમિનારોનું આયોજન કરવું જોઈએ. જેથી પશુપાલકોને પણ આ સેમિનારમાંથી ખુબ સારી માહિતી મળી શકે. આ સેમિનારોમાં જે મંડળીઓ સારી રીતે ચાલે છે. તેના ઉદાહરણો આપવા જોઈએ જેથી નર્મદા જિલ્લામાં દૂધ મંડળીઓ ફરીથી શરુ થાય તેવી રજૂઆત પણ મનસુખ વસાવા સહકાર ક્ષેત્રમાં વિનંતી કરશે.
નર્મદા જિલ્લામાં ભરૂચ દૂધડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા પાટડા મંડળીઓની રચના કરી હતી. એટલે કે જયારે ચૂંટણી આવે ત્યારે ગામેગામ 2-2 મંડળીઓની રચના કરવામાં આવે છે. જેથી વોટ મળી શકે એટલે કે વોટ લેવા માટે મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે. જેમકે ટોરના ,ભચારવાળા,નામલગઢ,ધાનપોર એવી કેટલીય દૂધ મંડળીઓ છે કે જેની સ્થાપના માત્ર ચૂંટણી પૂરતી કરવામાં આવે છે. પછી તેને બંધ કરી દેવામાં આવી છે.
હાલ જયારે આ ગામોની મુલાકાત લીધી. તો એ ગામમાં ન તો દૂધ મંડળીઓનું કોઈ બોર્ડ છે કે ન તો ત્યાં કોઈ રજીસ્ટર મંડળીઓ છે. હાલ પણ ઘણા ગામોમાં મહિલા દૂધ મંડળીઓ બનવામાં આવી છે જે બંધ હાલતમાં છે. ને ગામના લોકોને બીજા ગામમાં દૂધ આપવા માટે જવું પડે છે. જેથી ખર્ચ પણ વધી જાય છે.
ભાડે ટેમ્પો કરીને બાજુના ગામમાં 10 થી 15 કિલોમીટર દૂર સુધી આપવા જવું પડે છે. જેથી પૈસા અર્પણ ઓછા મળે છે ગામમાં જે મંડળી ચાલતી હતી. તે મંડળીના પ્રમુખ અને મંત્રીના અણગઢ વહીવટના કારણે ભાકરવાળા મંડળીને હાલ બંધ કરવાનો વારો આવ્યો છે. જયારે દુધધારા ડેરી દ્વારા ઘણી મંડળીઓ કાગળ પર જ છે. ટેન્કર બહારથી ભરી લાવીને એન્ટ્રી પાડી દેવામાં આવે છે. અને ગ્રામજનોનું દૂધ પણ લેવામાં આવતું નથી.
નર્મદા જિલ્લામાં એક પણ સ્વતંત્ર દૂધ સંઘ નથી. જેથી ભરૂચ દુધધારા ડેરી સાથે સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.