Narmada: તિલકવાડા ખાતે ભાજપનું મહાસંમેલન, કોંગ્રેસના 400 કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો

|

May 21, 2022 | 5:10 PM

કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ બરકતુલ્લાખાન રાઠોડ, ગ્રામ પંચાયતના પાંચ સરપંચશ્રીઓ અને સભ્યો સહિત વિવિધ સમાજના આગેવાનોએ ભાજપાની વિચારધારા અપનાવી

Narmada: તિલકવાડા ખાતે  ભાજપનું મહાસંમેલન,  કોંગ્રેસના 400 કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો
BJP General Convention at Tilakwada

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ઓની તૈયારીના ભાગરૂપે ભાજપ (BJP) માં ભરતીમેળો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ (Congress) ના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આજે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આજે ભાજપનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જિલ્લા પ્રભારી અને સાંસદની હાજરીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આ સંમેલનમાં સાંસદ ગીતાબેન રાઠવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ હાજર રહ્યા હતા.

તિલકવાડા ખાતે આયોજિત ભાજપના સંમેલનમાં સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રમુખ ઘનશ્યામ પટેલની હાજરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ બરક્તઉલ્લા ઉર્ફે બકાભાઈ તેમની સાથે 400 કાર્યકર્તાઓ અને સરપંચો સાથે ભાજપમાં જોડાયા હતા. નર્મદા ભાજપે આ અંગે સોશિયલ મીડિયામાં પોસિટ મકીને જણાવ્યું હતું કે તિલકવાડાના 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ બરકતુલ્લાખાન રાઠોડ, ગ્રામ પંચાયતના પાંચ સરપંચશ્રીઓ અને સભ્યો સહિત વિવિધ સમાજના આગેવાનોએ ભાજપાની વિચારધારા અપનાવી છે. આ તમામનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 


આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા અધ્યક્ષ જીજે પટેલ,પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા મહામંત્રી નીલરાવ, જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પ્રજાપતિ, અનિરૂદ્ધસિંહ ગોહિલ, જીતેશભાઈ તડવી ઉપરાંત જિલ્લા મંત્રી સંગીતાબેન તડવી તેમજ તિલકવાડા મંડલના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી, જિલ્લા પંચાયતના સભ્ય,તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

 

 

Published On - 5:09 pm, Sat, 21 May 22

Next Article