નર્મદાઃ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતા 5000 ક્યુસેક પાણી છોડાયું

|

Sep 09, 2022 | 3:10 PM

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક રહે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું.

નર્મદાઃ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતા 5000 ક્યુસેક પાણી છોડાયું
સરદાર સરોવર ડેમના જળસ્તરમાં વધારો

Follow us on

ઉપરવાસમાં વરસાદને  (Rain) પગલે સરદાર સરોવર નર્મદા ડેમની  (Sardar Sarovar Narmada Dam ) સપાટીમાં ફરીથી વધારો થયો છે અને ડેમની સપાટી 137.34 મીટર થઈ છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમના જળસ્તરમાં 7 સેન્ટિમીટરનો વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 96 હજાર 348 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમના 2 દરવાજા 0.20 સેમી ખોલી 5000 ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 65 હજાર 431 ક્યૂસેક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલ કુલ પાણી સંગ્રહ શકિતના 94.70 ટકા છે. જેને લઇને તંત્ર અને ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

5 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર નોંધાઈ હતી 137 મીટરની સપાટી

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક રહે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તો બીજી તરફ નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે આવેલા (Narmada)સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue Of unity) કારણે પ્રવાસીઓનું મન પસંદ સ્થળ બની ગયુ છે. અગાઉ નર્મદામાં અમદાવાદથી ખૂબ ઓછા સમયમાં વધુથી વધુ સહેલાણીઓ કેવડિયા આવીને સ્ટેચયૂ ઓફ યુનિટી જોવાની તેમજ નર્મદા ડેમને જોવાની મજા માણી રહ્યા છે.

રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ પર

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય એલર્ટ ઉ૫ર છે. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આવતીકાલ એટલે કે 7 સપ્ટેમબર બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના સારા એવા વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીના સારા એવા જથ્થાનો સંગ્રહ થયો છે. અગાઉ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઇન્દિરા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો.

Published On - 1:20 pm, Fri, 9 September 22

Next Article