Narmada: જામફળની સફળ ખેતી કરીને આ ખેડૂત યુવકે અન્ય ખેડૂતોને પણ કર્યું દિશાસૂચન

|

Mar 15, 2023 | 6:29 PM

જામફળ ખરીદી કરી નાના વેપારીઓ ને આપતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતના ખેતરના જામફળમાં મીઠાશ વધુ હોવાથી ગ્રાહકો પણ આ લાલ જામફળ ની વધુ ખરીદી કરતા હોય છે

Narmada: જામફળની સફળ ખેતી કરીને આ ખેડૂત યુવકે અન્ય ખેડૂતોને પણ કર્યું દિશાસૂચન

Follow us on

નર્મદા જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તેમજ ફળોની ખેતી કરીને સારી રોજગારી મેળવતા થયા છે. સામાન્ય રીતે અહીં ચીકુ તેમજ કેળાની ખેતી થતી હોય છે. પરંતુ તેમાં નુકસાન થવાની શકયતા પણ રહેતી હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં જામફળની ખેતી કરી બમણી કમાણી કરતા ખેડૂતો હવે જામફળનો પલ્પ અને જ્યુસ બનાવીને પણ વેચાણ કરતા થયા છે. વેપારીઓ અને લોકો ઉંચી ગણવત્તા વાળા જામફળ ખેતરમાં આવી લઇ જાય છે. જેનાથી ખેડૂતને તો લાભ થાય છે સાથે ગ્રાહકોને પણ સંતોષ થાય છે.

નર્મદા જિલ્લામાં સામાન્ય રીતે કેળા અને શેરડીનો પાક થાય છે તેમાં પણ સારો ભાવ મળશે કે કેમ એ ભીતિમાં તમામ ખેડૂતો કેળા શેરડી કપાસ તુવેરનું વાવેતર કરતા હોય છે, જેમાં નુકસાન પણ ઘણું હોય છે, ત્યારે કરાંઠાના એક યુવાને આ વર્ષે જામફળની ખેતી કરવાનું નક્કી કર્યું એટલે 12x 8ના પ્લોટીંગ બનાવી 1320 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સફેદ જામફળ અને લાલ આમ બે બિયારણો વાવ્યા હતા. આ ઝાડ ઉપર ફળ આવી જતા હવે પાક તૈયાર થઇ ગયો છે અને હજી તેની સિઝન ગરમીની ઋતુમાં પણ  ચાલશે.  નવેમ્બરમાં લીધેલો પાક એપ્રિલ સુધી ચાલશે. અને ઘણા જામફળ બારમાસી પણ મળે છે.

જામફળના 80 રૂપિયાથી 120 રૂપિયાના ભાવ

આ ખેડૂત હાલ ખેતર માં બેઠા બેઠા જ સફેદ જામફળના 80 રૂપિયે કિલો અને લાલ જામફળનું 120 રૂપિયે કિલોના ભાવથી વેચાણ કરી સીધી કમાણી કરી રહ્યા છે. આ સાથે વધુ પાકા જામફળ થાય જેમાંથી પલ્પ બનાવે છે જે 200 રૂપિયે લીટર અને જ્યુસ પણ બનાવે જે 150 રૂપિયે લીટર વેચાણ કરે છે. આ જામફળ ખાવામાં એટલા મીઠા અને ટેસ્ટી છે કે ગ્રાહકો જામફળ લેવા પડાપડી કરે છે. આમ શિક્ષિત યુવાનો ખેતીમાં વધારે સક્રિય થઇને આગળ વધે તો  કૃષિ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી શકે છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

સાથે જ આ યુવાને  જામફળના બે છોડ વચ્ચે  નાના નાના પાળા હોય  ત્યાં  વિવિધ ભાજી, શાક તેમજ  કમરખની પણ વાવણી કરી છે જેનાથી આવક તો વધી છે અને લોકોમાં ઓર્ગેનિક શાકભાજીનું વેચાણ પણ વધ્યું છે.

અગાઉ તરબૂચની ખેતીમાં થયો હતો ફાયદો

કરાઠાના ખેડૂતે અગાઉ તરબૂચની ખેતી કરી હતી જેનો ખેતરે બેઠા નિકાલ થતા સારો  નફો મળ્યો હતો.  હાલ તેઓએ જામફળની ખેતી કરી છે.  સફરજન ની જેમ નર્મદા ના જામફળ 80 થી 120 રૂપિયા કિલો સુધી ખેતરમાંથી વેચાય છે.ગ્રાહકો તેમને જોઈતા જામફળની ખેતરમાંથી સીધી ખરીદી કરવા ખૂબ મોટી સંખ્યામાં કરાઠા  ગામમાં આવે છે, જેનાથી ખેડૂતને સીધો લાભ થાય છે અને ગ્રાહકને પણ સારી ગુણવત્તાના જામફળ, પલ્પ તેમજ જ્યુસ મળતા તેમને પણ સંતોષ થાય છે.

જોકે આ જામફળ ની ખેતીમાં ખાસ કરીને સફેદ જામફળ સાથે લાલ જામફળ પણ ખેડૂતે વાવણી કરી છે અને આ જામફળ અન્ય જિલ્લા ના મોટા વેપારીઓ આ જામફળ ખરીદી કરી નાના વેપારીઓ ને આપતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતના ખેતરના જામફળમાં મીઠાશ વધુ હોવાથી ગ્રાહકો પણ આ લાલ જામફળ ની વધુ ખરીદી કરતા હોય છે

 

ખેડૂતને આ જામફળ બજારમાં વેચાણ માટે જવું પડતું નથી. ખેડૂતના ખેતર એ જ ગ્રાહકો જામફળની ખરીદી કરે છે ખેડૂતને પણ સારો ભાવ મળતા ખેડૂત ની પણ આજ ખેતી થકી રોજગારી મળી રહે છે ખેડૂતો ખેતી પધ્ધતિઓ અને વાવેતર બદલી બાગાયતી પાકોમાં બમણી કમાણી કરે છે ત્યારે અહીં ના ખેડૂતો માટે પણ તેઓ દિશાસૂચક બન્યા છે.

વિથ ઇનપુટઃ વિશાલ પાઠક, નર્મદા ટીવી9

Next Article