Narmada: પ્રથમ નોરતે નર્મદાના વધામણા, ફરી એક વાર ડેમ છલકાતા ખોલાયા 23 દરવાજા

|

Sep 26, 2022 | 8:42 PM

આજે આદ્ય શકિતના આરાધના પર્વના પ્રથમ નોરતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો છે અને નર્મદામાં ઉપરવાસના પાણીની આવક થતા ડેમ છલકાયો હતો. સાંજના સમયે નર્મદા જિલ્લાના તિલકવાડામાં ઘણો વરસાદ થયો હતો અને વરસાદ પડતાં વાતાવરણમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી.

Narmada: પ્રથમ નોરતે નર્મદાના વધામણા,  ફરી એક વાર ડેમ છલકાતા ખોલાયા 23 દરવાજા
ફરી એકવાર નર્મદા ડેમ છલકાયો

Follow us on

ગુજરાતની (Gujarati) જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)  પ્રથમ નોરતે ફરી એક વાર છલકાઈ ગયો છે અને ડેમ છલકાતા નર્મદા ડેમના 23 દરવાજા 98 સેમી ખોલી નાખવામાં આવ્યા હતા તેમજ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. વરસાદની ચાલુ સીઝનમાં બીજી વખત ડેમ છલકાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 44 હજાર 775 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ છલકાતા રિવરબેડ પાવર હાઉસ થકી દરરોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટ મહિનાની 12 તારીખે નર્મદા ડેમમાં પ્રથમવાર સપાટી 133.51 મીટર પર પહોંચી હતી તો 15 સપ્ટેમ્બરના રોજ નર્મદાની જળસપાટી (Water level) 138.68 મીટર પર પહોંચતા (Monsoon 2022) પ્રથમ વખત સરદાર સરોવર ડેમ (Narmada dam) છલકાતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નોંધનીય છે કે આજે આદ્ય શકિતના આરાધના પર્વના પ્રથમ નોરતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો છે અને નર્મદામાં ઉપરવાસના પાણીની આવક થતા ડેમ છલકાયો હતો. સાંજના સમયે નર્મદા જિલ્લાના તિલકવાડામાં ઘણો વરસાદ થયો હતો અને વરસાદ પડતાં વાતાવરણમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી. આજથી નવરાત્રીનો (Navratri 2022) પ્રારંભ થઇ ગયો છે. યુવા હૈયાઓ ગરબાના તાલે ઝુમવા થનગની રહ્યા છે.

જો કે બીજી તરફ વરસાદ (Rain) તેમની માટે વિલન બનીને આવ્યો છે. ચોમાસુ (Monsoon 2022) ગુજરાતમાંથી ક્રમશ: વિદાય લઈ રહ્યુ છે. ત્યારે જતા જતા તે ગુજરાતના અને વિસ્તારોમાં નવરાત્રીના શોખીનોની મજા બગાડતું જઈ રહ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) નવરાત્રીને લઇને યુવાધન હિલોળે ચઢેલુ છે. ત્યારે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા છે, જેને કારણે ખેલૈયાઓના મનમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

રાજકોટમાં પણ સાંજના સમયે જસદણના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો. જસદણના ભડલી, ગઢાળામાં ભારે વરસાદગ થયો હતો. વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ઉના, સૂત્રાપાડાના લોઢવા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ઉનાના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનારના દરિયા કાંઠે પણ વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Published On - 6:56 pm, Mon, 26 September 22

Next Article