‘Statue of Unity’ ખાતે બનશે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, સ્થાનિકો માટે રોજગારીની તકો વધશે

|

Jun 27, 2021 | 7:10 PM

નર્મદા નિગમ દ્વારા 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલમાં રોકાણકારો માટે એક જાહેરાત આપવામાં આવી છે, આમ તો આ તમામ પ્રોજેક્ટોમાં 3,500 લોકોને રોજગારી મળી રહી છે.

Statue of Unity ખાતે બનશે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, સ્થાનિકો માટે રોજગારીની તકો વધશે
Statue of Unity

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નું સ્વપ્નું હતું કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં બને, જેને માટે તેમને કેવડિયાના સાધુ બેટની જગ્યાની પસંદગી કરી માત્ર 48 મહિનામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી. આ પ્રતિમાનું લોકર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, સૌથી ઉંચી પ્રતિમા જોવા માટે દેશ વિદેશમાંથી લોકો કેવડિયા ખાતે આવે છે. અહીં રોજના 35,000 પ્રવાસીઓ પ્રતિમાને જોવા માટે આવે છે.

 

ત્યારે અહીં આવનાર પ્રવાસી માત્ર સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જ જોવા આવે તેવું નથી, અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બીજા ઘણા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા. જેમાં જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, કેક્ટ્સ ગાર્ડન, રિવર રાફટિંગ, ફલાવર ઓફ વેલી, ગ્લો ગાર્ડન અને આરોગ્ય વન સહિતના પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા, જો કે અહીં આવનાર પ્રવાસી આ તમામ પ્રોજેકટની જો મુલાકાત લે તો તેમને 2થી 3 દિવસનું રોકાણ કરવું પડે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

 

જેના માટે હાલમાં જ નર્મદા નિગમ દ્વારા 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલમાં રોકાણકારો માટે એક જાહેરાત આપવામાં આવી છે, આમ તો આ તમામ પ્રોજેક્ટોમાં 3,500 લોકોને રોજગારી મળી રહી છે. આ પ્રોજેકટમાં કોઈ ગાઈડ છે તો કોઈ સિક્યુરિટી તરીકે નોકરી કરી રહ્યા છે તો જંગલ સફારી પાર્કમાં એનિમલ ટ્રેનર તરીકે પણ સ્થાનિકોને રોજગારી મળી રહી છે, અહીં બનેલા તમામ પ્રોજેકટમાં સ્થાનિકોને તો રોજગારી મળી રહી છે, સાથે સાથે બહારથી આવતા લોકોને પણ રોજગારી આપી રહ્યા છે.

 

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા ડેમમાં જે લોકોની જમીન ગઈ છે તેવા અસરગ્રસ્ત લોકો માટે કેવડિયા હેલિપેડની બાજુમાં અને જંગલ સફારી પાર્કની સામે રોજગારી મળી રહે તે માટે દુકાનો બનાવવાની પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. SOU પર આવતા પ્રવાસીઓ આદિવાસી વિસ્તારનું ભોજન પણ લઈ શકે તે માટે એકતા નર્સરીમાં આદિવાસી મહિલાઓ દ્વારા ચાલતા મહિલા મંડળ થકી ભોજન પણ પીરસવામાં આવે છે અને તેના થકી પણ મહિલાઓ અહીં રોજગારી મેળવી રહી છે. હવે જો આ વિસ્તારમાં 3 સ્ટાર કે 4 સ્ટાર હોટલ બનશે તો નાનું મોટું કામ સ્થાનિકોને મળી રહેશે.

 

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બનશે થ્રી સ્ટાર અને ફોર સ્ટાર હોટલ

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક થ્રી સ્ટાર અને ફોર સ્ટાર આમ બે હોટલ બનાવવા માટે નર્મદા નિગમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. વિદેશી અને શ્રીમંત લોકો મોટી સંખ્યામાં પ્રવાસનનો લાભ લે તેવા પ્રયાસો આદરી દેવાયા છે.

નર્મદા નિગમે થ્રી સ્ટાર હોટલ એક કે બે એકરમાં અને ફોર સ્ટાર 2 કે 3 એકર જમીનમાં બનાવવા માટેની જાહેરાત કરી છે. આમ બે વૈભવી હોટલ બનાવવા માટે આ જમીન 99 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કેવડિયા વિસ્તારમાં હાલ નવા અનેક પ્રોજેકટ બની રહ્યા છે તો દિન પ્રતિદિન પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં વૈભવી હોટલ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Next Article