Narmada: નાંદોદના ધમણાચા ગામના લોકોને હાશકારો, રસ્તા અને નાળાના કામો પૂર્ણતાના આરે

|

Mar 14, 2021 | 7:23 PM

Narmada: નાંદોદ તાલુકાના ધમણાચા ગામના લોકોનો કરજણ નદી તરફ જવા માટે ખાડીમાં થઈને જવું પડતું હતું, જેમાં જો ચોમાસા દરમ્યાન પાણી આવી જાય તો ગ્રામજનો જઈ પણ શકતા નથી.

Narmada: નાંદોદના ધમણાચા ગામના લોકોને હાશકારો, રસ્તા અને નાળાના કામો પૂર્ણતાના આરે

Follow us on

Narmada: નાંદોદ તાલુકાના ધમણાચા ગામના લોકોનો કરજણ નદી તરફ જવા માટે ખાડીમાં થઈને જવું પડતું હતું, જેમાં જો ચોમાસા દરમ્યાન પાણી આવી જાય તો ગ્રામજનો જઈ પણ શકતા નથી. જ્યારે ગામમાં કોઈ મરણ થયું હોય તો સ્મશાનમાં જવા માટે પણ લોકોને તકલીફ પડતી હતી, બીજી બાજુ ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે પણ તકલીફો પડતી હતી.

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

આમ તો આ વિસ્તારમાં કેળ અને શેરડીના મહત્વના પાકો પકવતા હોય છે, જેથી જ્યારે પાકને બહાર કાઢવાનો સમય આવે છે, ત્યારે ખૂબ તકલીફ પડતી હોય છે. મોટા વાહનો ખેતર સુધી પહોંચી શકતા નથી, જેથી ખેડૂતોને મજૂરી પણ વધારે ચૂકવવી પડે છે. જેને ધ્યાને લેતા ગામના સરપંચ મનસુખ વસાવા અને ડેપ્યુટી સરપંચ જતીન પટેલની માંગણીને ધ્યાને રાખીને મનરેગામાંથી ગામના 3 રસ્તા અને 2 નાળા મંજુર કરવામાં આવ્યા હતા.

Narmada : નાંદોદના ધમણાચા ગામે થતું રસ્તા અને નાળાના સમાર કામ

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જેનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે, લગભગ 2 નાળા તો તૈયાર પણ થઈ ગયા છે. જેમાં એક નાળાનો ખર્ચ 3 લાખ રૂપિયા છે, જ્યારે સ્મશાન તરફ જતો રસ્તાનું મેટલ વર્ક ચાલી રહ્યું છે, જેનો ખર્ચ લગભગ 2.5 લાખ છે. આ ગામના ડેપ્યુટી સરપંચ જતીન પટેલ ખૂબ જાગૃત છે, ગામના લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે હંમેશા કોઈને કોઈ કાર્ય કરતા જ આવ્યા છે. નાળા અને રસ્તા બની જવાથી સ્મશાન તરફ જતો રસ્તો સારો થઈ જશે, જ્યાં એક દિવસ બધાને જવાનું છે તેનો રસ્તો પણ સારો હોવો જોઈએ. એવું ડેપ્યુટી સરપંચનું માનવું છે.

 

જ્યારે ખેડૂતોને પણ કોઈ તકલીફ ન પડવી જોઈએ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા છે, ત્યારે જો ખેડૂતોને તકલીફ પડશે તો તેનો ખર્ચ પણ વધી જશે તો ખેડૂતની આવક 2022 સુધી બમણી કેવી રીતે થશે, જેથી આ રસ્તાઓ બનવાથી પણ ખેડૂતોની સમસ્યાનું નિરકાણ આવશે. આમ તો ગામ લોકો પણ આ કામગીરીથી ખુશ છે, બીજી બાજુ આ કામો આવવાથી ગામ લોકોને મનરેગા દ્વારા રોજગારી મળી રહી છે.

 

આ પણ વાંચો: KHEDA : નવાગામમાં દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત, કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ રહ્યાં ઉપસ્થિત

Next Article