AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada : ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ બેઠકમાં હાજરી આપશે

કેવડિયામાં ચાલી રહેલી ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ છે. નોંધનીય છેકે કેવડિયામાં 3 દિવસીય ભાજપ પ્રદેશની કારોબારી ચાલી રહી છે. ત્યારે આજે બીજા દિવસે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ બેઠકમાં હાજરી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:56 AM
Share

Narmada : કેવડિયામાં ચાલી રહેલી ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ છે. નોંધનીય છેકે કેવડિયામાં 3 દિવસીય ભાજપ પ્રદેશની કારોબારી ચાલી રહી છે. ત્યારે આજે બીજા દિવસે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ ગઇકાલે સાંજે કેવડિયા આવી પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ભુપેન્દ્ર યાદવ સંબોધન કરશે

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ પણ બેઠકમાં હાજર રહેશે. બંને મંત્રીઓ આજે ભાજપ પ્રદેશ કારોબારીમાં સંબોધન કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સંબોધન સાથે આજના દિવસની કારોબારીનો પ્રારંભ કરાવશે.

વિવિધ પ્રસ્તાવો રજુ કરાશે

આજની કારોબારીમાં કોરોનામાં મૃત્યુ પામેલા નેતાઓ માટે શોક પ્રસ્તાવ પારિત કરાશે, સાથે જ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કામગીરીના અભિનંદન પ્રસ્તાવ, રાજકીય પ્રસ્તાવ પારિત કરાશે. સાથે જ રાજય સરકારનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આ ઉપરાંત BJP ડિજિટલ એપનું પ્રેઝન્ટેશન પણ કરાશે.

ગુજરાત સહિત અન્ય રાજયોની વિધાનસભા ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે 

વર્ષ 2022ના અંતે 15મી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ પહેલા ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ વિધાનસભાની પણ ચૂંટણી થવાની છે. આથી, કેવડિયામાં મળનારી કારોબારી બેઠકમાં ચૂંટણી અંગે રોડમેપ તેમજ જવાબદારીની વહેંચણીની પ્રક્રિયાનું આયોજન થયું છે. ગુરુવારે (આજે) સવારે મળનારી બેઠકમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગુજરાત ભાજપના પ્રભારી રહેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેવડિયા પહોંચશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુરુવારે સવારે હવાઈમાર્ગ કેવડિયા પહોંચશે. જો કે, તે પહેલા બુધવારે સાંજે ટેન્ટસિટીમાં 500થી વધુનો જમાવડો થઈ ગયો છે. જેમાં મંત્રીઓ, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો અને પાલિકા- પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો અને પોતાની સાથે લવાયેલા સરકારી અને અંગત સ્ટાફનો સમાવેશ થાય છે.

આ કારોબારીને પેપરલેસ રાખવા પ્રદેશ ભાજપે મહત્વના પદાધિકારીઓને ટેબલેટ આપવામાં આવ્યુ છે. બુધવારે સાંજે આઈટી સેલ દ્વારા તેના ઉપયોગ સંદર્ભે ટ્રેનિંગ સેશન પણ ગોઠવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">