Nadiad: બિનવારસી હાલતમાં મળેલી બાળકીનો કેસ, માતાને શોધવામાં પોલીસને મળી મોટી સફળતા

થોડા દિવસ પહેલા નડિયાદથી મળી આવેલ 2 થી 2.5 વર્ષની બાળકીની માતાની પુરજોશમાં શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેમાં હવે પોલીસને માતા મળી આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:31 AM

નડિયાદમાં થોડા દિવસ પહેલા બેથી અઢી વર્ષની બાળકી મળી આવી હતી. પોલીસ તપાસ બાદ હવે બાળકીની માતા મળી આવી છે. પોલીસ પાસેથી જાણવા મળ્યું કે, મૂળ ભરૂચની આ રહેવાસી આ મહિલા એટલે કે માતા આણંદ પોલીસ સ્ટેશન પાસે રહે છે. મહત્વનું છે કે નડિયાદના બાલ્કન જી બારી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી હતી. બિનવારસી દેખાતી બાળકી વિશે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ નડિયાદ ટાઉન પોલીસ અને ખેડા એલસીબીની ટીમે સતત બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરી હતી. બાળકી જે વિસ્તારમાંથી મળી આવી તે વિસ્તારના સીસીટીવી પોલીસ દ્વારા તપાસમાં કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ખેડા જિલ્લાના નડિયાદમાંથી બેથી અઢી વર્ષની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. નડિયાદના બાલ્કન જી બારી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી હતી. જેની બાદ નડિયાદ ટાઉન પોલીસે બાળકીના વાલીઓની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આણંદ પોલીસ સ્ટેશન પાસે બાળકીની માતા રહે છે. જે વિસ્તારમાંથી આ બાળકી મળી હતી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજની પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી હતી.

ત્યારે બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકી શારિરીક તપાસ કરવામાં આવી હતી. પોલીસને પણ આ બાળકી મળી આવતા વિવિધ દિશામાં તપાસ કરીને માતાને શોધી લીધી છે.

 

આ પણ વાંચો: ભાજપ Vs ભાજપ: નવસારીના સિનિયર BJP કાર્યકરોએ પાર્ટીના જ મોટા નેતાઓ સામે ભ્રષ્ટાચારના લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: વિવાદોનું ઘર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: કાયદા ભવનના હેડ સામે યુવતીએ સતત 14 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">