નડિયાદ : સંતરામ મંદિરમાં દેવદિવાળીની તૈયારીઓ, મંદિર હજારો દીવડાઓથી ઝગમગી ઉઠશે

|

Nov 18, 2021 | 6:19 PM

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં આવતીકાલે (શુક્રવાર) ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવનાર છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે.

નડિયાદ : સંતરામ મંદિરમાં દેવદિવાળીની તૈયારીઓ, મંદિર હજારો દીવડાઓથી ઝગમગી ઉઠશે
નડિયાદ-સંતરામ મંદિર (ફાઇલ)

Follow us on

નડિયાદ શહેરમાં આવેલા અને આસ્થાના પ્રતીક સમાન સંતરામ મંદિર પણ દર વર્ષની જેમ આવતીકાલે (શુક્રવાર)  પરંપરાગત રીતે લાખો દીવડાથી ઝગમગી ઉઠશે . રાજ્યભરના શ્રધ્ધાળુઓ આસ્થાના દીપ પ્રજ્વલિત કરી આવતીકાલે દેવ દિવાળી પર્વની સંતરામ મહારાજના સાંનિધ્યમાં ઉજવણી કરવા એકત્ર થશે. દેવદિવાળીના પર્વ પર પર લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર ઝળહળી ઉઠશે. જેમાં લગભગ 12 ડબ્બા તેલના, 4 ડબ્બા દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ થનાર છે. મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવડાઓ સજાવી જય મહારાજ લખાશે. જેની તૈયારીઓનો પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

દેવદિવાળીનો ઝગમગાટ, સંતરામ મંદિરમાં તૈયારીઓ

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં આવતીકાલે (શુક્રવાર) ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવનાર છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે. તથા, રોશનીના ઝગમગાટ વચ્ચે મંદિરની વિવિધ શાખાઓ દ્વારા ભજનની રમઝટથી સમગ્ર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠ્નાર છે. સંતરામ મંદિરમાં લાખો દિવડાઓને નિહાળવા માટે મંદિરના ચોક અને ટેરેસ પર દર વર્ષે માનવ મહેરામણ ઉભરી પડ્તું હોય છે. સંતરામ મંદિરમાં દેવદિવાળીનું વિશેષ મહત્વ છે.અને, આ દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થતા હોય અને લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય ભક્તોનો વિશેષ ધસારો જોવા મળે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ. પૂ. પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવનાર છે. શુક્રવારે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવનાર છે. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે અને ભવ્ય રોશની કરવામાં આવનાર છે. આ પર્વને લઈને મંદિર પ્રશાસને તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. સ્વયંમ સેવકો સહિત શ્રધ્ધાળુઓ હાજર રહેશે. ભજન મંડળીઓ દ્વારા ભજનોની પણ રમઝટ બોલાવવામાં આવશે.

ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે. અગીયારસથી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે. આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠશે. વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં 1 લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.

 

Next Article