Nadiad: લાખો દીવડાઓથી આજે ઝળહળી ઉઠશે સંતરામ મંદિર, જાણો આ પરંપરા અને તેના મહત્વ વિશે

|

Nov 19, 2021 | 9:31 AM

Nadiad: નડિયાદના સંતરામ મંદિરમાં લગભગ 190 વર્ષથી પરંપરાગત રીતે દેવ દિવાળી પર્વ નિમિત્તે દિપોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

Nadiad: લાખો દીવડાઓથી આજે ઝળહળી ઉઠશે સંતરામ મંદિર, જાણો આ પરંપરા અને તેના મહત્વ વિશે
Santram Mandir (File Image)

Follow us on

નડિયાદ (Nadiad) શહેરમાં આવેલા અને આસ્થાના પ્રતિક સમાન સંતરામ મંદિર (Santram Mandir) આજે લાખો દીવડાથી ઝગમગી ઉઠશે. આ પરંપરા દર વર્ષે જળવાય છે. તો એ જ રીતે દર વર્ષની રાજ્યભરના શ્રધ્ધાળુ આસ્થાના દીપ પ્રજ્વલિત કરશે. ભક્તો આજે એટલે કે દેવ દિવાળી (Dev Diwali) નિમિત્તે પાવન પર્વની સંતરામ મહારાજના (Santram Maharaj) સાંનિધ્યમાં ઉજવણી કરવા એકત્ર થશે. ઉપરાંત મંદિર પરિષરમાં ભવ્ય આતશબાજી કરાશે.

શું છે મહત્વ?

તમને જણાવી દઈએ કે નડિયાદના સંતરામ મંદિરમાં લગભગ 190 વર્ષથી પરંપરાગત રીતે દેવ દિવાળી પર્વ નિમિત્તે દિપોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એક માન્યતા મુજબ સંતરામ મંદિરમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. આજના દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થાય છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે. તો પોશ મહિનાની પૂનમનું પણ આ મંદિરમાં અનેરું મહત્વ છે. આ પૂનમ પર બાળકો બોલતા થાય તે આસ્થાથી બોરની ઉછાણી કરવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ. પૂ. પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવ છે. શુક્રવારે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવશે. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે અને ભવ્ય રોશની કરવામાં આવશે. આ બધી તૈયારીઓ થઇ ચુકી છે.

દર વર્ષે મંદિરમાં ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે. અગીયારસથી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે. આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠશે. વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં 1 લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.

 

આ પણ વાંચો: ના હોય! આ તેલ અપાવશે તમને ખીલથી છૂટકારો, જોજોબા ઓઈલનો આ રીતે કરો ઉપયોગ અને જુઓ પરિણામ

આ પણ વાંચો: સમુદ્રમાં ‘સાગર શક્તિ’: રાજ્યમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે ‘સાગર શક્તિ’ કવાયત, જાણો વિગત

Published On - 9:28 am, Fri, 19 November 21

Next Article