KUTCH : સરહદે દેશની રક્ષા કરનારા સેનાના પાંચ હજારથી વધુ જવાનો અને તેમના પરિવારનું રસીકરણ કરવામાં આવ્યું

|

Sep 07, 2021 | 7:30 PM

કેન્દ્રનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશના નાગરીકો સાથે દેશની રક્ષા કરનારા સેનાના જવાનો અને તેમના પરિવારોને પણ કોરોના મહામારી સામે રક્ષણ આપવા કટિબદ્ધ છે.

KUTCH : સરહદે દેશની રક્ષા કરનારા સેનાના પાંચ હજારથી વધુ જવાનો અને તેમના પરિવારનું રસીકરણ કરવામાં આવ્યું
More than five thousand BSF personnel of the Indian Army and their families were vaccinated in Bhuj

Follow us on

KUTCH : કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશના નાગરિકોને કોરોના મહામારીથી રક્ષણ આપવા દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. આ રસીકરણ અભિયાનમાં ફ્રન્ટ લાઈન વર્કર્સનું રસીકરણ પ્રથમ તબક્કામાં થયું હતું, જેમાં સેનાના જવાનો, સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો, સ્વાસ્થ્ય કર્મીઓ અને અન્ય તમામ સરકારી કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશના નાગરીકો સાથે દેશની રક્ષા કરનારા સેનાના જવાનો અને તેમના પરિવારોને પણ કોરોના મહામારી સામે રક્ષણ આપવા કટિબદ્ધ છે. આ દિશામાં રાજ્યમાં ભુજમાં સેનાના પાંચ હજારથી વધુ જવાનો અને તેમના પરિવારોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભારત અને પાકિસ્તાનની કચ્છ સરહદે દેશનું રક્ષણ કરતા સશસ્ત્ર અને અર્ધલશ્કરી દળ BSFના જવાનોનનું પૂરતું ટીકાકરણ કરવામાં આવ્યું છે. દેશના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આ અંગે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે કચ્છની સરહદે સુરક્ષા દળોના તમામ જવાનો પૂર્ણ રીતે રસીયુકત થઈ ગયા છે અને તેમના પરિવારજનોને પણ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ BSF ભુજ સબ હેડક્વાર્ટરના DIG સંજયકુમાર શ્રીવાસ્તવનો વીડિયો સંદેશ પણ વિટમાં મૂક્યો છે.

BSF ભુજ સબ હેડક્વાર્ટરના DIG સંજયકુમાર શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી કચ્છ સરહદે દેશનું રક્ષણ કરનારા તમામ જવાનોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ખાવડા, દયાપર સહિતની પોસ્ટમાં અને BSFના પરિસરમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 5000થી વધુ જવાનોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે અને તેમના પરિવારના સભ્યોને પણ રસી આપવામાં આવી છે. આ ઉપરાંત હજી પણ જે જવાનોનું રસીકરણ બાકી છે તેમનું રસીકરણ જલ્દી જ પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : મહિલાઓ આનંદો , રાજ્યની પહેલી મહિલા યુનિવર્સીટી સુરતમાં શરૂ થઇ

Published On - 7:30 pm, Tue, 7 September 21

Next Article