ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત જ્યારે 410 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લા મુજબ વિગત

|

Sep 28, 2020 | 6:12 PM

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 376 કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 410 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 23 લોકોનો જીવ ગયો છે.  જ્યારે અત્યારસુધીમાં કુલ 7547 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Web Stories View more 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત જ્યારે 410 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લા મુજબ વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 376 કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 410 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 23 લોકોનો જીવ ગયો છે.  જ્યારે અત્યારસુધીમાં કુલ 7547 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના કેસ? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 376 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  જેમાં જોવા જઈએ તો અમદાવાદમાં નવા 256 કેસ, વડોદરામાં 29 કેસ, મહીસાગરમાં 14 કેસ, વલસાડમાં 10 કેસ, સુરેન્દ્રનગરમાં 06 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, નવસારીમાં 04 કેસ, રાજકોટમાં 03 કેસ નોંધાયા છે. જ્યાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે એવા જિલ્લામાં આણંદ, કચ્છ અને પાટણનો સમાવેશ થાય છે.  ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 01-01 કોરોના વાઈરસનો કેસ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ બમણા થવાનો દર 24 દિવસ

રાજ્યમાં કોરોના વાઈરસના બમણા થવાના દરમાં વધારો થયો છે.  24.84 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસ બમણા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6720 છે.  92 દર્દીની તબિયત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 6628 લોકોની હાલત સરકારની જાણકારી મુજબ સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસથી 938 લોકોના મોત થયા છે.   રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે 193863 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Published On - 3:11 pm, Wed, 27 May 20

Next Article