Morbi: બે કૌભાંડી એજન્ટોએ વાંકાનેર ડેપોને પહોચાડ્યું રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન, મહિલા અધિકારીએ નોંધાવી ફરિયાદ

|

Jun 11, 2022 | 8:30 PM

જે તે ડેપોના ડેપો મેનેજરના (depot manager) યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ બુકીંગ કરાયેલ બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રીફંડ મેળવી લઈ નવતર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

Morbi: બે કૌભાંડી એજન્ટોએ વાંકાનેર ડેપોને પહોચાડ્યું રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન, મહિલા અધિકારીએ નોંધાવી ફરિયાદ
બે એજન્ટોએ 1.44 લાખનુ કૌંભાંડ આચર્યુું.

Follow us on

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ એટલે કે એસટીમાં ઓનલાઈન ટિકિટ બુક (online ticket booking) કરી જે તે ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ કાગળ ઉપર રૂટ કેન્સલ બતાવી ટિકિટના નાણાં રિફંડ મેળવવાના કૌભાંડના તાર વાંકાનેર એસટી ડેપો (Wankaner) સુધી લંબાયા છે. બે કૌભાંડી એજન્ટ દ્વારા વાંકાનેર ડેપોને રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં એસટી વિભાગને નુકસાન પહોંચે તેવું કૌભાંડ આચરી એસટીના માન્ય બુકીંગ એજન્ટો દ્વારા પહેલા ટિકિટ બુક કરાવી બાદ કોઈપણ રીતે જે તે ડેપોના ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ બુકીંગ કરાયેલ બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રિફંડ મેળવી લઈ નવતર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે અંતર્ગત વાંકાનેર એસટી ડેપોને પણ ભેજા બાજ એજન્ટોએ નુકશાન પહોંચાડતા વાંકાનેર એસટી વિભાગના મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ કલમો હેઠળ નોંધાયો ગુનો

વધુમાં ટિકિટ કેન્સલ કરી રીફંડ મેળવવા અને ટ્રીપ કેન્સલ કરવાના આ કૌભાંડમાં સંજય આર. બારીયા જેના યુઝરઆઈડી GSSANJAYR અને વિપુલભાઈ ભગાભાઇ મોહનીયા જેના યુઝરઆઇડી GS MOHANIYA નામના વ્યક્તિઓ દ્વારા જાન્યુઆરી-2022થી મે-2022 દરમિયાન વાંકાનેર એસટી ડેપોની અંદાજે 600થી વધુ ટિકિટ રદ કરી ડેપો મેનેજરના યુઝર આઈડી પાસવર્ડ મેળવી બસના રૂટ કેન્સલ કરી કુલ રૂપિયા 1,44,482નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવી વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા કવિતાબેન મલયભાઈ ભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 409, 420,34 તથા આઈ.ટી.એકટ કલમ 66(સી) તથા 66(ડી)મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

Next Article