AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi News: ઈઝરાયેલ હમાસ યુદ્ધની અસર મોરબી સીરામીક ઉદ્યોગ પર પડી, કરોડો રૂપિયાનો માલ અટવાયો

ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સીરામીક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક ટાઇલ્સ ઇઝરાયલમાં પણ નિકાસ કરવામાં આવે છે. દર મહિને અંદાજીત 70 કરોડથી વધુ રૂપિયાની ટાઇલ્સની નિકાસ અટકી પડી છે. મોરબીમાંથી દર વર્ષે અંદાજીત 15 હજાર કરોડથી વધુની સીરામીક પ્રોડ્કટની નિકાસ કરવામાં આવે છે.

Morbi News: ઈઝરાયેલ હમાસ યુદ્ધની અસર મોરબી સીરામીક ઉદ્યોગ પર પડી, કરોડો રૂપિયાનો માલ અટવાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 1:51 PM
Share

Morbi News:  ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સીરામીક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક ટાઇલ્સ ઇઝરાયલમાં પણ નિકાસ કરવામાં આવે છે. દર મહિને અંદાજીત 70 કરોડથી વધુ રૂપિયાની ટાઇલ્સની નિકાસ અટકી પડી છે.

આ પણ વાંચો: Hamas Israel Airstrike: હમાસના આતંકવાદીઓના આકાઓની આવી બની હવે, ઈઝરાયલે 10 હજાર સૈનિકો સાથે શરૂ કર્યુ Special Operation

યુદ્ધ લાબું ચાલે તો સીરામીક ઉધોગને કરોડોની નુકશાની

ઇઝરાયલ યુદ્ધની અસરના કારણે મોરબીના સીરામીક ઉધોગના એક્સપોર્ટને ફટકો પડ્યો છે. હાલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કોરોડો રૂપિયાના સોદા અટકી ગયા છે. યુદ્ધ લાબું ચાલે તો સીરામીક ઉધોગને કરોડોની નુકશાની થવાની સંભાવના છે.

મોટા ભાગના દેશોમાં ટાઇલ્સની નિકાસ કરવામાં આવે છે

મોરબી વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો સીરામીક ક્લસ્ટર છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક ટાઇલ્સની દેશ વિદેશમાં માંગ છે જેને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં ટાઇલ્સની નિકાસ કરવામાં આવે છે.

ઇઝરાયેલ મોરબીની સીરામીક પ્રોડક્ટ ખરીદનાર દેશ

મોરબીમાંથી દર વર્ષે અંદાજીત 15 હજાર કરોડથી વધુની સીરામીક પ્રોડ્કટની નિકાસ કરવામાં આવે છે. વિશ્વના ટોપ-10 દેશો પૈકી ઇઝરાયેલ મોરબીની સીરામીક પ્રોડક્ટ ખરીદનાર દેશ છે. હાલ ઈંઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે મોરબી સીરામીક ઉધોગના એક્સપોર્ટને અસર પડી છે.

સીરામીક ઉધોગનું 70થી 80 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ

સીરામીક એક્સપોર્ટ નિલેશભાઈ જેતપરિયા અને સીરામીક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે, ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને કારણે નિકાસમાં સીરામીક ઉધોગને ફટકો પડ્યો છે. સીરામીકનું જે એક્સપોર્ટ થાય છે તેમાં ઇઝરાયેલ 6ઠ્ઠા નંબર પર આવે છે. દરેક મહિને ઇઝરાયેલમાં સીરામીક ઉધોગનું 70થી 80 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે.

ટાઇલ્સની નિકાસ કરવી શક્ય નહીં: અગ્રણીઓ

ચાલી રહેલા નાણાકીય વર્ષના 4 મહિનામાં 317 કરોડનું એક્સપોર્ટ ઇઝરાયલમાં થયું છે. હાલની વોરની સ્થિતિને કારણે નિકાસ થયેલો 70 કરોડનો માલ હાલ અટકયો છે અને લોડિંગ પણ અટકી ગયું છે. ઇઝરાયેલમાં જ્યાં સુધી વોરની સ્થિતિ રહેશે ત્યાં સુધી મોરબીના સીરામીક ઉધોગને કરોડો રૂપિયાની નુકશાની થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વોરના કારણે ટાઇલ્સની નિકાસ કરવી શક્ય નહીં હોવાનું અગ્રણીઓ માની રહ્યા છે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

g clip-path="url(#clip0_868_265)">