AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Monsoon 2022: રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ

જૂનાગઢના કેશોદમાં 1 ઇંચ મિલીમીટર, તાપીના વાલોડમાં 1 ઇંચ તો સાબરકાંઠાના ખેડ઼બ્રહ્મામાં 1 ઇંચ મીલીમીટર, પોરબંદરમાં  (Porbandar) અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો છોટા ઉદેપુરના કંવાટમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

Gujarat Monsoon 2022: રાજ્યના 181 તાલુકામાં વરસ્યો વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 11:25 AM
Share

ગુજરાતમાં (Gujarat Rain) છેલ્લા 4 દિવસથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને વિવિધ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ  (Rain) થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં (Sutrapada) સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના હાંસોટમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો તો નેત્રંગમાં 3.5 ઈંચ, વેરાવળમાં 3 ઈંચ વરસાદ દ્વારકામાં 2.75 ઈંચ, ખંભાળિયામાં 2.50 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 2.5 ઈંચ, નર્મદાના  (Narmada) સાગબારામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ખંભાળિયામાં 2.50 ઈંચ, અબડાસામાં 2.5 ઈંચ સાગબારા 2.5 ઈંચ, લાલપુરમાં 2.5 ઈંચ, પારડીમાં 2.5 ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, કલ્યાણપુરમાં  2.5 ઈંચ, માળિયામાં  2.25 ઈંચ, પાલનપુર 2.25 ઈંચ,સુઈગામ 2 ઈંચ,કોડીનાર 2 ઈંચ દક્ષિણ ગુજરતના નવસારીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં 1 ઇંચ મિલીમીટર, તાપીના વાલોડમાં 1 ઇંચ તો સાબરકાંઠાના ખેડ઼બ્રહ્મામાં 1 ઇંચ , પોરબંદરમાં  (Porbandar) અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો છોટા ઉદેપુરના કંવાટમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

કચ્છમાં નોંધાયો છે  સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં જો ઝોન પ્રમાણે વરસાદ નોંધવામાં આવે તો અત્યાર સુધીમાં  વરસાદની દ્રષ્ટિએ કચ્છ સૌથી ઉપર છે અને   મધ્ય ઝોનને બાદ કરતા  તમામ ઝોનમાં  સિઝનનો  નોંધાપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે.

આગામી 17 અને 18 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છમાં જામશે વરસાદી માહોલ

મહત્વનું છે કે, 17-18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ વખતે વરસાદ ખેલૈયાઓની નવરાત્રી બગાડી શકે છે.નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે.પરંતુ વિદાય સમયે નવરાત્રીમાં વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સૈારાષ્ટ્રના (saurashtra) દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના (South gujarat) કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ થશે. તો 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના (Gujarat) નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">