AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 12:13 PM
Share

Morbi : મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :Morbi: મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો, નીચાણવાળા ગામડાને સતર્ક કરવામાં આવ્યા, જુઓ Video

આ અગાઉ અમરેલીના રાજુલામાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ અગાઉ અમરેલીના રાજુલામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી હતી. અમરેલીના ડુંગર ગામે લગભગ 2 હજાર 500 લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભોજન સમારંભમાં બિરયાની અને દૂધીનો હલવો ખાતા લગભગ 200થી વધારે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી.

મહેમાનોની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓની સંખ્યા ધીમેધીમે વધતા તેમને ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સાથે ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે દ્વારા સરકારી હોસ્પિટલમાં તબીબોને હાજર રહેવા આદેશ જાહેર કર્યો હતો. અને ઘરે ઘરે જઇને સરવે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">