AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Breaking : મેઘરાજા બતાવશે તેનું રૌદ્ર સ્વરુપ, આજનો દિવસ ગુજરાત માટે અતિભારે ! જૂઓ Video

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને આણંદમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

Monsoon Breaking : મેઘરાજા બતાવશે તેનું રૌદ્ર સ્વરુપ, આજનો દિવસ ગુજરાત માટે અતિભારે ! જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 10:25 AM
Share

Rain prediction : જૂનના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજા હવે જુલાઇ મહિનામાં પણ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આજે ગુજરાતમાં 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (Rain ) પડવાની આગાહી હવામાન વિભાગે (Meteorological department) કરી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો-Monsoon 2023: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.64 ઈંચ વરસાદ, 47 જગ્યા પર પાણી ભરાવાની મળી ફરિયાદો, જુઓ VIDEO

જાણો ગુજરાતના કયા વિસ્તારમાં વરસશે વરસાદ

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં મેઘમહેર થશે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને આણંદમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આગાહી અનુસારમાં વરસ્યો અનેક વિસ્તારમાં વરસાદ

તો આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ શરુ થઇ ગયો છે. ગઇ કાલ સાંજથી જ અમદાવાદ, જૂનાગઢ, જામનગર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થઇ ગયો છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો-Accident: બનાસકાંઠાના અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, જુઓ Video

જૂનાગઢમાં વિકટ પરિસ્થિતિ

ઉત્તર ગુજરાતમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને મહેસાણામાં અંડરપાસમાં પાણી ભરાયા છે. પાટણમાં પણ રસ્તા પર પાણી ગયા છે. તો જૂનાગઢની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ પર છે. જૂનાગઢમાં NDRFની ટીમ તહેનાત કરાઇ છે. તો જામનગરમાં આજે સ્કૂલો બંધની જાહેરાત આપવામાં આવી છે.

અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે સાંજે વરસાદે અમદાવાદને ધમરોળ્યું હતું. અમદાવાદમાં જોધપુરમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો હતો. તો રાજ્યમાં હજુ 24 કલાક ભારે છે. આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">