મોડાસા પંથકમાં ઈયળ અને ફૂગના ત્રાસથી ખેડૂતોને કપાસ બાદ મગફળીમાં નુકસાનની ભીતી, સરકાર પાસે વળતરની આશા

|

Sep 18, 2020 | 7:51 PM

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મગફળીના પાકમાં ફુગ અને ઈયળોના બેવડા ત્રાસને લઈને ખેડૂતો પરેશાન થયા છે. વિસ્તારના ખેડૂતોએ ગત વર્ષે કપાસના વાવેતરથી નિષ્ફળતા મળતા ચાલુ વર્ષે મગફળીના પાકનું વાવેતર કર્યુ હતુ. પરંતુ હવે તેમાં પણ ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા વિસ્તારમાં મગફળીના પાકમાં ખેડૂતો પરેશાન બન્યા છે. વિસ્તારના ખેડૂતો લીલી અને […]

મોડાસા પંથકમાં ઈયળ અને ફૂગના ત્રાસથી ખેડૂતોને કપાસ બાદ મગફળીમાં નુકસાનની ભીતી, સરકાર પાસે વળતરની આશા

Follow us on

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મગફળીના પાકમાં ફુગ અને ઈયળોના બેવડા ત્રાસને લઈને ખેડૂતો પરેશાન થયા છે. વિસ્તારના ખેડૂતોએ ગત વર્ષે કપાસના વાવેતરથી નિષ્ફળતા મળતા ચાલુ વર્ષે મગફળીના પાકનું વાવેતર કર્યુ હતુ. પરંતુ હવે તેમાં પણ ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા વિસ્તારમાં મગફળીના પાકમાં ખેડૂતો પરેશાન બન્યા છે. વિસ્તારના ખેડૂતો લીલી અને લશ્કરી ઈયળથી પરેશાન છે તો બીજી તરફ ફુગના વધતા પ્રમાણને લઈને ખેડૂતો માટે હવે કપાસ બાદ મગફળીથી પણ હાથ ધોવા પડે તેવી સ્થિતી સર્જાઈ છે. વિસ્તારના ખેડૂતો પાકને બચાવવા માટે અનેક પ્રયાસો કરવા છતાં પણ જાણે કે કોઈ ઉકેલ આવતો નથી, ત્યાં હવે ખેડૂતો મગફળીના પાકને લઈને નિરાશ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક તરફ ચોમાસુ સારુ રહ્યુ છે. ત્યાં ખેડૂતોને હવે પોતાની કળ વળે તેવી આશા સારા ચોમાસાની શરુઆતથી જ બંધાઈ હતી, પરંતુ જેમ જેમ મગફળીના પાકના વાવેતર બાદ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ ખેડૂતો માટે જાણે ચહેરા પરની લકીરો ચિંતાથી બદલાતી થવા લાગી હતી. કારણ કે મહામહેનતે માવજત કરીને તૈયાર થઈ રહેલો પાક લશ્કરી ઈયળો દિવસ રાત કોરી ખાવા લાગી હતી. મોડાસા તાલુકાના ઈસરોલ, ઉમેદપુર, જીવણપુર, સરડોઈ સહીત બોલુન્દ્રા પંથકમાં પણ મગફળીનો પાક ઉત્પાદન કરનારા ખેડૂતો પરેશાન બન્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગત વર્ષે કપાસની ખેતી કરીને ખેડૂતોએ પસ્તાવુ પડ્યુ હતુ અને એટલે જ મોટાપ્રમાણમાં વાવેતર મગફળીનું વધવા લાગ્યુ હતુ. પરંતુ હવે મગફળીમાં પોષણક્ષમ ભાવ વડે કપાસના નુકસાનને સરભર કરવાનું વિચારનારા ખેડૂતો માટે જાણે કે હવે એ રહીસહી આશા પણ ઠગારી નિવડે તેવી સ્થિતી ઈયળ અને ફુગે સર્જી છે. ખેતરમાં ઉભો પાક જ હવે નિષ્ફળ થઈ રહ્યો છે. જો કે ખેડૂતોને મન હજુ એમ છે કે સરકાર સહાય માટે ખેડૂતોની મદદે આવશે, પરંતુ આ માટે પણ હજુ સર્વે જેવી કોઈ કામગીરી વિસ્તારમાં જોવા મળતી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:42 pm, Wed, 9 September 20

Next Article