Gujarati NewsGujaratMla goes missing say posters pasted by olpad residents over mlas passive mode
સુરતના એક ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, સ્થાનિકોએ કહ્યું, ‘ચૂંટણી જીત્યા બાદ અમારા ધારાસભ્ય ખોવાયા છે’, જુઓ VIDEO
સુરતના ઓલપાડના ધારાસભ્ય ખોવાયેલા હોવાના લાગ્યા પોસ્ટરો શહેરમાં લાગ્યા છે. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા હોવાના પોસ્ટર્સ લાગતા હાલ તે એક ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના મોટા વરાછા અને યોગીચોક વિસ્તારમાં આ પોસ્ટર લાગ્યા છે. આ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયમાં ચીલઝડપના કિસ્સાઓ ઘણાં વધી ગયા છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ છે. અને આખરે રોષે ભરાયેલા […]
સુરતના ઓલપાડના ધારાસભ્ય ખોવાયેલા હોવાના લાગ્યા પોસ્ટરો શહેરમાં લાગ્યા છે. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા હોવાના પોસ્ટર્સ લાગતા હાલ તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
શહેરના મોટા વરાછા અને યોગીચોક વિસ્તારમાં આ પોસ્ટર લાગ્યા છે.
આ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયમાં ચીલઝડપના કિસ્સાઓ ઘણાં વધી ગયા છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ છે. અને આખરે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઠેર ઠેર ધારાસભ્ય ખોવાયા હોવાના પોસ્ટર્સ લગાવી દીધા છે.
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી
રાત્રે સૂતા પહેલા પાણી પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક?
કોઈ વ્યકિતનું દુર્ઘટનામાં મૃત્યુ થવું એ અકાળ મૃત્યુ છે? મૃત્યુ પછી ક્યાં જાય છે આત્મા
સ્થાનિકોનું કહેવું છે કે તેમના ધારાસભ્ય નથી તેમને મળતા કે નથી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરતા તેવામાં આખરે તેમણે આ પગલું ભર્યું છે. આ પોસ્ટરમાં લખાયું છે કે ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાઈ ગયા છે. આ વિસ્તારોમાંથી દરરોજના આશરે 10થી 12 મોબાઈલની ચીલઝડપ થાય છે, છતાં પણ જો ધારાસભ્ય ન દેખાય તો એવા નેતાનું શું કામ તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો છે.
સાથે જ સ્થાનિકોએ કહ્યું છે કે જો પ્રજાને મોઢું જ ન દેખાડવું હોય તો આના કરતા રાજીનામુ આપી દો.