અમદાવાદમાં ફિલ્મ કલાકારોએ તોડ્યા ટ્રાફિકના નિયમ! ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને માનસી પારેખ બાઇક પર સ્ટંટબાજી કરતો Video વાયરલ, પોલીસે કરી કાર્યવાહી

ગુજરાતી ફિલ્મના કલાકારો અમદાવાદના રસ્તા પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગુજરાતી ફિલ્મ  ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કેટલાક ગુજરાતી કલાકાર બાઈક પર જીવના જોખમે સ્ટંટબાજી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં ફિલ્મ કલાકારોએ તોડ્યા ટ્રાફિકના નિયમ! ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને માનસી પારેખ બાઇક પર સ્ટંટબાજી કરતો Video વાયરલ, પોલીસે કરી કાર્યવાહી
| Edited By: | Updated on: Oct 30, 2025 | 3:07 PM

અમદાવાદ શહેરમાં સામાન્ય જનતા દ્વારા ટ્રાફિકના નિયમો તોડવાની ઘટના તો સામે આવતી જ રહેતી હોય છે. જો કે હવે તો ગુજરાતી ફિલ્મના કલાકારો પણ અમદાવાદના રસ્તા પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગુજરાતી ફિલ્મ  ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કેટલાક ગુજરાતી કલાકાર બાઈક પર જીવના જોખમે સ્ટંટબાજી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જાહેર રોડ પર બાઈક ચલાવી સ્ટંટ કરતા જોવા મળ્યા કલાકાર

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ગુજરાતી ફિલ્મના કલાકારો હેલમેટ વિના, જાહેર રોડ પર બાઈક ચલાવી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં અભિનેતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને અભિનેત્રી માનસી પારેખ સહિત અનેક કલાકારો નજરે પડ્યા હતા. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટંટ માટે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી

 જે પછી એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ અભિનેતા ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી હાજર થયા છે અને બંનેનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, સ્ટંટ માટે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી. નિવેદન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને કલાકારોની ધરપકડ કરવામાં આવશે.

પ્રોડ્યુસર સંજય સોનીનું પણ નિવેદન નોંધ્યુ

પોલીસે ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીનું પણ નિવેદન નોંધાવ્યું છે. ઉપરાંત, વીડિયોમાં દેખાતા ત્રણ સ્ટંટબાજ યુવાનોની ઓળખ પણ કરવામાં આવી છે. પોલીસે ખુલ્લી જીપ અને બે બાઈકના નંબરો પણ ટ્રેસ કર્યા છે.

પ્રમોશન માટેની આ સ્ટંટબાજી સાયન્સ સિટી રોડ પર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે આવા જાહેર સ્ટંટ ન માત્ર કાયદેસર ગુનો છે, પરંતુ અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે. હાલ આ સમગ્ર મામલે એ-ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ ચાલુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:41 pm, Thu, 30 October 25