નર્મદા વિકાસ રાજ્ય મંત્રી સતત ત્રણ દિવસથી ખૂંદી રહ્યાં છે ગામડા, કોવિડ હોસ્પિટલો અને કેર સેન્ટરમાં દર્દીઓની લીધી કાળજી

|

May 09, 2021 | 5:51 PM

'મારું ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન હેઠળ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આજે વડોદરા જિલ્લાના ઈટોલા, પાદરા અને મુજપુરમાં સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવા સાથે ઉમરાયામાં સુવિધા સભર કોવિડ કેર સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું.

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી સતત ત્રણ દિવસથી ખૂંદી રહ્યાં છે ગામડા, કોવિડ હોસ્પિટલો અને કેર સેન્ટરમાં દર્દીઓની લીધી કાળજી

Follow us on

‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આજે વડોદરા જિલ્લાના ઈટોલા, પાદરા અને મુજપુરમાં સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવા સાથે ઉમરાયામાં સુવિધા સભર કોવિડ કેર સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. રાજ્ય મંત્રીએ સામુહિક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને મળતી સુવિધાઓ, દવા તેમજ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા વડોદરા જિલ્લામાં લોક સહયોગથી સામુહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેથી સંક્રમણ ફેલાતું અટકાવવા સાથે શહેરોની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ ઘટાડી શકાય.

 

 

તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓનો પ્રવાસ કરી કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને મળતી સેવાઓ અંગેની જાત માહિતી મેળવી જ્યાં વ્યવસ્થાનો અભાવ જણાયો ત્યાં સત્વરે દર્દીઓ અને દર્દીઓના સ્વજનો માટે સત્વરે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા તંત્રના અધિકારીઓને સુચનાઓ આપી છે.

 

 

પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન સ્વસ્છતાનો મુદ્દો ધ્યાને આવતા સમગ્ર કંપાઉન્ડની તાત્કાલિક સફાઈ હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી છે. કોવિડ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને ઉચિત સારવાર મળી રહે તે માટે આરોગ્ય તંત્ર ખડેપગે સેવા કરી રહ્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર, પ્રશાસન અને આરોગ્ય તંત્ર દ્વારા ગામડાઓ કોરોના મુક્ત બને તે માટે અથાગ પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે.

 

જેમાં ગ્રામીણ જનશકિતનો પ્રશસ્ય સહયોગ સાંપડી રહ્યો છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, જસપાલસિંહ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન, પ્રાંત અધિકારી, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો: Covid- 19 : કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસે ફરી બદલ્યું સ્વરૂપ, બી.617.2 પહેલા કરતાં વધુ ચેપી

Next Article