Methylene blue: શું કોરોના અને બ્લેક ફંગસમાં કારગર છે મીથિલીન બ્લ્યુ? જાણો આ દવા છે શુ અને તેની અસર

Methylene blue: શું કોરોના અને બ્લેક ફંગસમાં કારગર છે મીથિલીન બ્લ્યુ? જાણો આ દવા છે શુ અને તેની અસર
Methylene blue: શું કોરોના અને બ્લેક ફંગસમાં કારગર છે મીથિલીન બ્લ્યુ? જાણો આ દવા છે શુ અને તેની અસર

Methylene blue: કોરોનાની પહેલી લહેર બાદ આવેલી બીજી લહેરમાં સપડાયેલા લોકો માટે ઓક્સિજન અને સારવાર સિવાયની પણ અનેક મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને કોરોનાનાં દર્દીઓમાં હાલમાં બ્લેક ફંગસનાં નામે ઓળખાતા મ્યુકરમાઈકોસિસ (Mucermicosis)ની બુમ ઉઠી છે.

Pinak Shukla

|

May 21, 2021 | 5:06 PM

Methylene blue: કોરોનાની પહેલી લહેર બાદ આવેલી બીજી લહેરમાં સપડાયેલા લોકો માટે ઓક્સિજન અને સારવાર સિવાયની પણ અનેક મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને કોરોનાનાં દર્દીઓમાં હાલમાં બ્લેક ફંગસનાં નામે ઓળખાતા મ્યુકરમાઈકોસિસ (Mucermicosis)ની બુમ ઉઠી છે.

જોકે આ બધા રોગ વચ્ચે મીડિયા રીપોર્ટમાં મીથિલીન બ્લ્યૂ દવાની બોલબાલા છે. આ દવાને લઈને જારશોરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવા કોરોના સાથે બ્લેકફંગસમાં પણ ઘણી મદદગાર છે. તો તજજ્ઞો પાસેથી જ આપને માહિતિ આપી દઈએ કે ખરેખર મીથિલીન બ્લ્યૂ દવા છે શું અને દવાને લઈને બધુ જ.

આ દવાના શોધક જેમને ગણવામાં આવે છે તે ડો. દિપક ગોલવાલકર ભાવનગરનાં છે અને તે પોતે પલ્મોનોલોજીસ્ટ છે. તેમણે કોરોનાની શરૂઆતથી આ દવાનાં માધ્યમથી લોકો સારા થઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે ટીવી 9 સાથે પણ આ અંગે ઘણીવાર વાત કરી છે અને દાવો કર્યો છે કે મીથિલીન બ્લ્યૂ કોરોના માટે અકસીર ઈલાજ સાબિત થઈ શકે છે.

તેમણે તો ટ્વીટ કરીને એમ પણ કહ્યું છે કે જે લોકો ઓક્સિજન પર છે અને સારવાર લઈ રહ્યા છે તેમના માટે આ મ્યૂકરમાઈકોસિસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે અને તેને ઓક્સિજન હ્યૂમિડિફાયરમાં મીથિલીન બ્લૂ નાખીને રોકી શકાય છે.

ડો.દિપક ગોલવલકરનાં જણાવ્યા પ્રમાણે મીથિલીન બ્લ્યૂ પોસ્ટ કોવિડ પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડાતા દર્દીઓ માટે પણ કારગર છે. આ દવાથી સારા થવામાં થોડો સમય લાગી શકે છે. જો કે લંગ્સ ફાઈબ્રોસિસનો મતલબ થાય છે કે ફેફસાનું સાંકડુ થઈ જવું. આ અંગે તજજ્ઞો કહે છે કે કોરોનાથી સારા થયેલા દર્દીઓને 6 મહિના પછી પણ આ સમસ્યા થઈ શકે છે.

જાણો કઈ બિમારીમાં મીથિલીન બ્લ્યૂનો ઉપયોગ થાય છે 

અમેરિકાનાં ખ્યાતનામ ક્લીવલેન્ડ ક્લીનિક પ્રમાણે મીથિલીન બ્લ્યૂનો ઉપયોગ “મેથેમોગ્લોબિનેમિયા”નાં ઈલાજ માટે કરવામાં આવે છે. આ પ્રકારની બિમારીમાં લોહી પુરા શરીરમાં ઓક્સિજન લઈ જવાની ક્ષમતાને ખોઈ નાખે છે. જો કે બીજી બિમારીમાં પણ ઉપયોગ તો કરી શકાય પણ ડોક્ટરની સલાહ વગર લેવું તે યોગ્ય નથી.

મીથિલીમ બ્લ્યૂને અમેરિકાનાં ડોક્ટરો શક્તિશાળી દવા ગણાવી રહ્યા છે. આ દવા વાયરસને મારે છે અને તે લેબમાં પણ પુરવાર થઈ ચુક્યું છે. WHO દ્વારા દવાને આવશ્યક દવાઓનાં લીસ્ટમાં પણ મુક્યું છે. કેમકે આ દવા ઉપલબ્ધ હોવા સાથે સસ્તી પણ છે.

મીથિલીન બ્લ્યૂની સૌથી મોટી તકલીફ એ છે કે તેને લઈને સૌથી ઓછા ટ્રાયલ થયા છે. એક ટ્રાયલ સ્વિટ્ઝરલેન્ડમાં થયો અને એક ઈરાનમાં. જોકે આ પ્રકારની દવાને લઈને એક મોટી ટ્રાયલની જરૂર છે, જેથી કરીને ખરેખર બહાર આવી શકે કે તે કોરોના કે બ્લેક ફંગસ જેવી બિમારીઓમાં કારગર છે કે નહી. જો કે ગયા વર્ષે AIIMSએ તો ગાઈડલાઈનમાં જ ક્લિયર કરી દીધું હતું કે કોવિડને રોકવામાં મીથિલીન બ્લ્યૂની કોઈ ભૂમિકા નથી. એટલેજ તમારા ડોક્ટરને ખાસ પુછીને આવા પ્રકારની દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

નોંધ- આ લેખમાં ટ્વીટ અને ડોક્ટર દ્વારા કરવામાં આવેલી વાતચીતનો આધાર લઈને લખવામાં આવ્યું છે. ખાસ કરીને જે લોકો મીથિલીન બ્લ્યૂ વિશે જાણવા માગે છે તેમના માટે અને જાગૃતતા લાવવા માટે જ લેખ છે. ઉપયોગ કરતા પહેલા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati