AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિસનગર APMCની ચૂંટણી : 10 બેઠક માટે ભાજપ અને AAPના કુલ 21 ઉમેદવારો મેદાનમાં

વિસનગર APMCની ચૂંટણી : 10 બેઠક માટે ભાજપ અને AAPના કુલ 21 ઉમેદવારો મેદાનમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 2:29 PM
Share

Visnagar APMC Election : 10 બેઠક માટે ભાજપ અને AAPના કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે.તો 846 મતદારોએ 21 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી દીધું છે.આવતીકાલે આ 10 બેઠક પરની મત ગણતરી હાથ ધરવામાં આવશે.

MEHSANA : મહેસાણાના વિસનગર APMCની આજે ચૂંટણી યોજાઇ..APMCની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.ખેડૂત વિભાગની 16 પૈકી 10 બેઠક માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી યોજાઇ.10 બેઠક માટે ભાજપ અને AAPના કુલ 21 ઉમેદવારો મેદાનમાં છે.તો 846 મતદારોએ 21 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી દીધું છે…આવતીકાલે આ 10 બેઠક પરની મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે, વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે.હાલના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગત ટર્મમાં વિસનગર APMCના ચેરમેન હતા..અને આજે પણ ઋષિકેશ પટેલે APMC ખાતે રૂબરૂ પહોંચી મતદાન કર્યું હતું.

વિસનગર APMCની ચૂંટણીમાં ભારતીય જનતાપાર્ટીના બે જૂથો હતા, પાર્ટીએ આ બંને જૂથોને એક કરી પોતાનું વર્ચસ્વ વધારી દીધું છે. એટલે આ ચૂંટણી માત્ર નામની જ ચૂંટણી છે. આ 10 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો જીતશે એવું પ્રદેશ ભાજપ મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું. પંકજ ચૌધરીએ કહ્યું કે આ ચૂંટણીમાં મતદારો સામેથી મતદાન કરવા ઉમટી પડ્યા છે અને અમારી પેનલને જીતાડશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે.

આ પણ વાંચો : Navsari: વિદ્યાર્થીના હાથમાં પેન-પેન્સિલના બદલે સાવરણો! શાળા શરુ થયાના પહેલા જ દિવસે સાફ કરાવ્યા ટોયલેટ

આ પણ વાંચો : Maharashtra : “રાજકીય રોટલા શેકવા માટે ભાજપ આક્રમક બની રહી છે”, શિવસેના સાસંદ સંજય રાઉતે ધરણાને લઈને ભાજપને આડે હાથ લીધી

આ પણ વાંચો : ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ

g clip-path="url(#clip0_868_265)">