ઈન્કવાયરીનો નિકાલ કરવા માટે લાંચ લેતા મહેસાણાનાં મહિલા કર્મચારીને ACB એ ઝડપ્યા

|

Dec 10, 2023 | 5:06 PM

લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી દ્વારા હવે બરાબર ગાળીયો કસવામાં આવ્યો છે. રાજ્યમાં અપ્રમાણસર મિલ્કત ધરાવતા વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓને તાજેતરમાં જ સાણસામાં લીધા હતા. આ દરમિયાન હજુ પણ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને લાંચ લેતા રંગ હાથ ઝડપવામાં આવ્યા છે. મહેસાણામાં ખાતાકીય તપાસનો નિકાલ કરવા માટે લાંચ માંગનાર મહિલા કર્મચારી ઝડપાઈ આવી છે.

ઈન્કવાયરીનો નિકાલ કરવા માટે લાંચ લેતા મહેસાણાનાં મહિલા કર્મચારીને ACB એ ઝડપ્યા
ACB એ ટ્રેપ ગોઠવી

Follow us on

રાજ્યમાં એસીબી દ્વારા એક બાદ એક લાંચીયા અધિકારીઓને જેલમાં ધકેલવામાં આવી રહી છે. તાજેતરમાં જ એક બાદ એક નિવૃત્ત અને વર્તમાન અધિકારીઓએ ભ્રષ્ટાચારથી એકઠી કરેલી મિલ્કતના સંદર્ભમાં કાર્યવાહી કરી હતી. અપ્રમાણસર મિલ્કત એકઠી કરવાને લઈ કાર્યવાહી કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન મહેસાણાં એક મહિલા કર્મચારીને લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધી છે.

એસીબીએ ગોઠવેલ ટ્રેપમાં મહિલા કર્મચારીને રંગે હાથ ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણાના વિજાપુરમાં આવેલ હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગની કચેરીમાં ફરજ બજાવતા મહિલા ક્લાર્ક અનિતા રાવળે લાંચની રકમ લેતા અટકાયત કરવામાં આવી હતી.

ઈન્કવાયરી નિકાલ માટે રકમ માંગી

એક કર્મચારી ગત ઓક્ટોબર માસમાં વીઆઈપી બંદોબસ્તના રિહર્સલ દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જેને લઈ ઈન્કવાયરી આપવામાં આવી હતી. ખાતાકીય ઈન્કવાયરીનો નિકાલ કરવા માટે અને પોતાના ગેરહાજર થવા અંગેના કારણો રજૂ કર્યા હતા. જે રજૂઆત આધારે નોકરી પર ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

જેને લઈ ટ્રેપમાં ઝડપાયેલ વિજાપુર ઓફિસર કમાન્ડિંગની કચેરીમાં ફરજ બજાવતા હોમ ગાર્ડ સહાયક કારકુન અનિતા રાવળે ફરિયાદી પાસેથી રુપિયા અઢી હાજર માંગણી કર્યા હતા. બંદોબસ્તના રિહર્સલમાં ગેરહાજર રહેવાને લઈ ચાલી રહેલ ખાતાકીય તપાસને લઈ અનિતા રાવળ સમક્ષ રજૂઆત કરતા. તેઓએ ઈન્કવાયરીનો નિકાલ કરી આપવા તેમજ ફરજ પર ચાલુ રાખવા માટે 2500 રુપિયાની માંગણી કરી હતી.

લાંચ સ્વીકારતા જ ઝડપી લેવાયા

જે લાંચની રકમની માંગણીને લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે એસીબીની ટીમે વિજાપુરમાં આવેલ હોમગાર્ડ યુનિટની કચેરી ખાતે ટ્રેપનું આયોજન કર્યુ હતુ. જે દરમિયાન અનિતા રાવળે ફરિયાદી સાથે લાંચ અને તેમની ઈન્કવાયરી સંદર્ભની વાતચીત કરી હતી. બાદમાં લાંચની રકમ સ્વીકારતા જ સ્થળ પર જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા.

ગાંધીનગરના ઈન્ચાર્જ ફિલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે ટ્રેપનું આયોજન કરીને લાંચ મેળવવા જતા કારકૂનને ઝડપી લઈને અટકાયત કરી હતી. એસીબીએ હવે તેમની મિલ્કત સહિતની માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચોઃ  હિંમતનગરમાં સગા પિતાને 2 પુત્રોએ હત્યા કરી, દારુ પી ઘરકંકાસ કરતા મોતને ઘાટ ઉતાર્યા

 

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:05 pm, Sun, 10 December 23

Next Article