મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર, જુઓ VIDEO

|

Sep 15, 2022 | 11:53 AM

વરસાદી પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓને (Students) શાળાએ જવુ પડી રહ્યુ છે.તો બીજી તરફ આનો કાયમી ઉકેલ લાવવા વાલીઓ માગ કરી રહ્યા છે.

મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર, જુઓ VIDEO
Ghada primary school

Follow us on

મહેસાણાામાં (Mehsana) ઘડા પ્રાથમિક શાળા પાસે ભારે વરસાદને (Heavy rain) પગલે પાણી ભરાઈ ગયા છે. જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓને (Students) શાળાએ જવુ પડી રહ્યુ છે. તો બીજી તરફ આનો કાયમી ઉકેલ લાવવા વાલીઓ માગ કરી રહ્યા છે.હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના અધિકારીઓની (officers) તપાસ બાદ JCB થી કાચી કેનાલ કરી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ઉતર ગુજરાતમાં મહેસાણામાં પણ બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઉત્તર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી

ભાદરવા માસમાં પડેલા પાછોતરા વરસાદે ઉત્તર ગુજરાતના (North gujarat) ખેડૂતોની હાલત કફોડી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે પડી વરસાદના લીધે ખેતીને નુકશાન પહોંચ્યું છે. લાખણી તાલુકામાં 13 હજાર 107 હેક્ટરમાં બાજરીના પાકને નુકશાન થયું છે.ખેડૂતો લણણીની તૈયારી કરતા હતા ત્યારે જ ભારે પવનના લીધે પાક ખરી પડતા ખેડૂતો ચીંતીત બન્યા છે.મહત્વનું છે કે, ચાલુ વર્ષે સારો વરસાદ પડવા છતાં અન્ય કોઈ પાક થયો ન હતો.

લાખણી તાલુકામાં માત્ર બાજરીનો પાક સારી રીતે તૈયાર થયો હતો,પરંતુ બે દિવસથી પડી રહેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે.આ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે,ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને વળતર આપવામાં આવે એવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

Published On - 11:52 am, Thu, 15 September 22

Next Article