પાકિસ્તાની નાગરિકોએ મહેસાણામાં ચૂંટણી કાર્ડ નિકાળવાનો મામલો, સ્પેશિયલ ઓપરેશન ગૃપે શરુ કરી કાર્યવાહી

|

Jul 07, 2022 | 11:04 AM

સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા મહેસાણા (Mehsana) શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં તપાસમ માટે જાણવા જોગ નોંઘાવીને કાર્યવાહી શરુ કરી છે. છ જેટલા ચૂંટણી કાર્ડ એક વર્ષ અગાઉ બનાવ્યા હોવાનુ તાજેતરમાં સામે આવ્યુ હતુ.

પાકિસ્તાની નાગરિકોએ મહેસાણામાં ચૂંટણી કાર્ડ નિકાળવાનો મામલો, સ્પેશિયલ ઓપરેશન ગૃપે શરુ કરી કાર્યવાહી
SOG દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી

Follow us on

વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે અને આ પહેલા ચુંટણી તંત્ર દ્વારા તૈયારીઓ માટે કમર કસવામાં આવી રહી છે. આ દરમિયાન ચૂંટણી કાર્ડ માટેની ક્ષતીઓ પણ સામે આવતી રહેતી હોય છે. આવી જ રીતે મહેસાણા (Mehsana) જિલ્લામાં પાકિસ્તાન (Pakistan) થી આવેલા બિન ભારતીય હિન્દુઓના ચૂંટણી કાર્ડ નિકાળવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. જિલ્લા પોલીસ દ્વારા આ અંગે તપાસ સ્પેશીયલ ઓપરેશન ગૃપ (Special Operations Group) ને સોંપવામાં આવી છે અને બિન ભારતીય હોવા છતાં પાકિસ્તાન મૂળના નાગરિકોના ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. SOG દ્વારા હવે આખાય મામલાની તપાસ હાથ ધરી છે.

ભારતીય નાગરિકો નહી હોવા છતાં પણ કેવી રીતે ચૂંટણી કાર્ડ નિકાળવામાં આવ્યા એ સૌથી મોટો સવાલ છે. ચૂંટણી કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજ બોગસ રીતે નિકાળવામાં આવતા હોવાનો ગંભીર મામલો હોવાને લઈ તંત્ર પણ હવે આ ઘટના પરથી ચોંકી ઉઠ્યુ છે. આ ઘટનામાં પાકિસ્તાની નાગરિકોના જ ભારતીય મૂળના હોવાના કોઈ પૂરાવા વિના જ કેવી રીતે ચૂંટણી કાર્ડ નિકાળવામાં આવ્યા તે અંગે હવે સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમક્ષ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, બિન ભારતીય કેટલા લોકોએ મહત્વના દસ્તાવેજ બનાવ્યા હોઈ શકે છે કે કેમ તેવા તમામ સવાલનો લઈ તપાસ શરુ કરવામાં આવી છે. આંતરીક સુરક્ષાની ગંભીરતા જોતા આ પ્રકારે બોગસ દસ્તાવેજો બનવવા જોખમી પૂરવાર થઈ શકે છે.

એક વર્ષ અગાઉ એટલે કે ગત જુલાઈ મહિના દરમિયાન આ ચૂંટણી કાર્ડ નિકાળવામાં આવ્યા હતા. જે અંગેની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ મહેસાણા જિલ્લા પોલીસ અધીક્ષક (SP Mehsana) દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્પેશિયલ ઓપરેશન ગૃપને તપાસ સોંપી હતી. હવે એસઓજીએ ઘટના અંગેની પ્રાથમિક તપાસ શરુ કરવા માટે જાણવાજોગ નોંધ શહેરના એ ડિવીઝન પોલીસ મથકમાં કરીને તપાસ શરુ કરી છે. જેમાં યોગ્ય તથ્યો અને પૂરાવાઓ સામે આવ્યા બાદ ગુન્હો નોંધવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે. જેમાં ચૂંટણી કાર્ડ બનાવનારા જવાબદાર મામલતદાર કચેરીના ફરજ પરના કર્મચારીઓ સામે પણ ફરીયાદની તલવાર લટકી રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પાકિસ્તાની નાગરિકોના ચૂંટણી કાર્ડ નિકાળ્યા

  1. રામસિંહ માનસિંહ ઠાકોર, હાલ
  2. વિશ્રામસિંહ રામસિંહ ઠાકોર
  3. પ્રેમચંદ રામસિંહ ઠાકોર
  4. સમસદન રામસિંહ ઠાકોર
  5. ઇન્દિરાબેન રામસિંહ ઠાકોર
  6. ગુડ્ડીબેન વિશ્રામસિંહ ઠાકોર

Published On - 11:03 am, Thu, 7 July 22

Next Article