ડોક્ટરોની હડતાલ સમેટાય તેવા સંકેત, આરોગ્યમંત્રીએ કહ્યું ગણતરીની કલાકોમાં સુખદ અંત આવશે

રાજ્યમાં સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર છે.

ડોક્ટરોની હડતાલ સમેટાય તેવા સંકેત, આરોગ્યમંત્રીએ કહ્યું ગણતરીની કલાકોમાં સુખદ અંત આવશે
Doctor's strike (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 2:11 PM

ગુજરાત (Gujarat) માં ચાલતી સરકારી હોસ્પિટલ (Government Hospitals)ના ડોક્ટરોની હડતાલ (Strike) સમેટાઈ જવાના સંકેત છે. બહુચરાજીમાં એક કાર્યક્રમમાં આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Health Minister Hrishikesh Patel) એ હડતાલ વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારી તબોબોની 4 દિવસથી ચાલતી હડતાળ વિશે નિવેદન આપતાં તેમણે કહ્યું કે સરકારી તબીબોની હડતાળ સમેટાઈ જવાની તૈયારીમાં છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારી તબીબોની હડતાળનો સુખદ ઉકેલ કલાકોમાં જ આવી જશે.

રાજ્યમાં સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર છે. હડતાળને કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર થઈ છે. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર ઉગામ્યુ છે.

જીએમટીએ દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે પાંચ કેડર પાંચ એસોસિએશન હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , GMERS ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમણે જણાવ્યુ કે 10 હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ હડતાળમાં જોડાયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે.

આ પણ વાંચોઃ રખડતા ઢોર નિયંત્રણ કાયદો મોકૂફ, પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ જીએસટીના દરોડા : સુરતમાં બિલ્ડર ગ્રુપને ત્યાં મોટાપાયે કરચોરી પકડાય તેવી આશંકા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">