AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : બહુચરાજી સખીમંડળની મહિલાઓ આત્મનિર્ભર બની, નાળિયેરના છોતરાથી વિવિધ બનાવટો થકી વાર્ષિક 3.50 લાખનું ટર્નઓવર

મહેસાણા જિલ્લામાં મહિલાઓને સ્વ નિર્ભર કરવા અને તેમના સ્વભંડોળથી પોતાની રોજગારી વધારવા માટે સરકાર મિશન મંગલમ દ્વારા સખીમંડળોની બહેનો પગભર બનાવી રહી છે અને આ બહેનો પોતાના જીવનધોરણને ઊંચું લાવી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ સખીમંડળની બહેનો આત્મનિર્ભર બનીને પોતાનું જીવન ધોરણ બનાવી રહી છે.

Mehsana : બહુચરાજી સખીમંડળની મહિલાઓ આત્મનિર્ભર બની, નાળિયેરના છોતરાથી વિવિધ બનાવટો થકી વાર્ષિક 3.50 લાખનું ટર્નઓવર
Mehsana Bahuchraji Sakhi mandal
Manish Mistri
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:57 PM
Share

મહેસાણા જિલ્લામાં મહિલાઓને સ્વ નિર્ભર કરવા અને તેમના સ્વભંડોળથી પોતાની રોજગારી વધારવા માટે સરકાર મિશન મંગલમ દ્વારા સખીમંડળોની બહેનો પગભર બનાવી રહી છે અને આ બહેનો પોતાના જીવનધોરણને ઊંચું લાવી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ સખીમંડળની બહેનો આત્મનિર્ભર બનીને પોતાનું જીવન ધોરણ બનાવી રહી છે. સરકારની DAY-NRLM યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યરત આવા અનેકો સખી મંડળ આનું જાગતું ઉદાહરણ છે. જેમાંની બેચરાજી તાલુકાના બેચરાજી ગામના જય બહુચર સખી મંડળની બહેનોની નાળિયેરના છોતરામાંથી બનતી વિવિધ બનાવટો અને તેના દ્વારા આર્થિક રીતે પગભર બની છે.

ગ્રૂપની બહેનોને મિશન મંગલમ યોજનાના જિલ્લાના કર્મચારીઓ દ્વારા આર્થિક પ્રવૂતિ કરી

આ અંગે જણાવતા સખી મંડળના સભ્ય ઠાકોર કિરણબેન અભેસંગે જણાવ્યું કે હું જય બહુંચર સખી મંડળ બેચરાજીમાં જુથલીડર તરીકે કાર્યરત છું. અમારા મંડળમાં કુલ -10 બહેનો જોડાયેલ છે. અમો જૂથમાં મિશન મંગલમ યોજનાના પંચસૂત્રોનું પાલન નિયમિત કરીએ છીએ. વધુમાં અમારા ગ્રૂપની બહેનોને મિશન મંગલમ યોજનાના જિલ્લાના કર્મચારીઓ દ્વારા આર્થિક પ્રવૂતિ કરી, આવક વધારવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ગણપતિ, તોરણ, ટોડલા,વોલપીસ, જુમ્મર, કળશ જેવી ચીજ-વસ્તુઓ બનાવવાની પ્રવુતિ

ત્યારબાદ યોજના થકી અમોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ યોજના થકી આર સેટી,મહેસાણા દ્વારા નાળિયેરના છોતરાં માથી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપવામાં આવી. તાલીમ લીધા બાદ અમારા જુથની 7 બહેનો ભેગા મળી , અમારી બચત તથા સરકારશ્રીના રિવોલ્વીંગ ફંડ મળેલ જે ભંડોળમાથી નાળિયેળના છોતરામાથી વિવિધ બનાવટો જેવી કે , ગણપતિ, તોરણ, ટોડલા,વોલપીસ, જુમ્મર, કળશ જેવી ચીજ-વસ્તુઓ બનાવવાની પ્રવુતિ નાના પાયે શરૂઆત કરવામાં આવી.

રાજય બહાર સરસ મેળા , સ્થાનિક બજારમાં સારું એવું વેચાણ થાય છે

પહેલાના સમયમાં વ્યક્તિદીઠ માસિક આવક રૂપિયા 5000 થી 6000 હજાર લગભગ થતી હતી . જે હાલમાં વધીને વ્યક્તિદીઠ માસિક રૂપિયા 7000 થી 7500 હજાર મળતા થયા છે. અમારા જૂથની બનાવટના વેચાણ અર્થે બેચરાજી યાત્રા ધામ હોય ત્યાં વેચાણ કરીએ છીએ તેમજ સરકાર તફથી યોજાતા તાનારીરી વડનગર, મોઢેરા મહોત્સવ , રાજય અથવા રાજય બહાર સરસ મેળા , સ્થાનિક બજારમાં સારું એવું વેચાણ થાય છે. હાલનુ અમારું વાર્ષિક ટર્નઓવર રૂ. 3.50,000 જેટલું થયેલ છે. જેમાં અમોને વેચાણ ઉપર 48 ટકા જેટલો નફો મળેલ છે. આથી અમો ઠાકોર પરિવારની બહેનો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સારી રીતે મદદરૂપ થઈ શક્યા છીએ.

આમ સરકારની DAY-NRLM યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી અમારા વ્યવસાયનો વ્યાપ વધારી શક્યા, એ બદલ અમો જૂથના બહેનો મિશન મંગલમ યોજનાનો ખૂબ ખુબ આભાર માનીએ છીએ.

આ પણ વાંચો : Gujarati Video: પાલનપુરના લાલાવડા ખાતે અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણી,1 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">