Mehsana : પતિ,પત્ની અને વો ના કિસ્સામાં પત્નીએ જ પતિને ભાઇ સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો

|

May 24, 2022 | 10:39 PM

મહેસાણા(Mehsana) કુખ્યાત એવા ગોપાલ ઠાકોર નો કરુણ અંજામ આવ્યો છે.અને તેની હત્યાને બીજા કોઈએ નહિ પણ તેની જ પત્ની ક્રિશ્ના ઠાકોર અને સાળા સુરેશ ઠાકોરે અંજામ આપ્યો છે

Mehsana : પતિ,પત્ની અને વો ના કિસ્સામાં પત્નીએ જ પતિને ભાઇ સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો
Mehsana Gopal Thakor Murder (File Image)

Follow us on

પતિ,પત્ની અને વોના કિસ્સામાં મહેસાણામાં(Mehsana)એક પત્નીએ(Wife)પોતાના જ પતિને મોત ને ઘાટ ઉતારી દીધો છે.પતિના અન્ય યુવતી સાથે ના સંબધ બાબતે કંટાળેલી પત્નિએ પોતાના ભાઈ સાથે મળી પતિની હત્યા(Murder)કરી દેવાનો બનાવ સામે આવ્યો છે.પતિ સાથે અન્ય યુવતી સાથે સંબધ ને લઈને થયેલો ઝગડો એટલો ઉગ્ર બની ગયો કે પત્નીએ પહેલા પતિ નો હાથ ભાગી નાખ્યો અને ત્યારબાદ પત્ની અને સાળા એ પતિને છરીના ઉપરા ઉપરી 10 થી વધુ ઘા ઝીંકી દીધા.આ હુમલામાં ઘટનાસ્થળે જ પતિ નું મોત થઈ ગયું.તો પત્ની અને તેનો ભાઈ હત્યા નિપજાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં જાતે જ હાજર થઈ ગયા

પત્ની ક્રિશ્ના ઠાકોર અને સાળા સુરેશ ઠાકોરે હત્યાને અંજામ આપ્યો

ગોપાલ ઠાકોર આ નામ કદાચ ભાગ્યે જ મહેસાણામાં કોઈ એવું હશે કે જેને નહીં સાંભળ્યું હોય.મહેસાણાના ગોપીનાળા વિસ્તારમાં ગોપાલ ઠાકોર ના નામની એક સમયે ભારે ધાક હતી.અને તેની સામે મારામારી અને હુમલો કરવાના અનેક ગુના નોંધાયેલા છે.આ કારણે ગોપાલ ઠાકોર નો એક સમયે મહેસાણા માં સિક્કો ચાલતો..પણ કુખ્યાત એવા ગોપાલ ઠાકોર નો કરુણ અંજામ આવ્યો છે.અને તેની હત્યાને બીજા કોઈએ નહિ પણ તેની જ પત્ની ક્રિશ્ના ઠાકોર અને સાળા સુરેશ ઠાકોરે અંજામ આપ્યો છે.ગોપાલ ઠાકોર અન્ય યુવતી સાથે આડા સંબધ રાખતો અને આ વાત ની જાણ તેની પત્ની ને થઈ.પત્ની પોતાના પતિ ગોપાલ ઠાકોર ને યુવતી સાથે સંબધ તોડી નાખવા લાંબા સમયથી દબાણ કરતી.પણ ગોપાલ ઠાકોર એ સંબધ ચાલુ રાખતા પત્ની ક્રિશ્ના ઠાકોર એ પોતાના ભાઈ સુરેશ ઠાકોર ની મદદ લીધી અને પોતાના જ પતિ ને સ્વધામ પહોંચાડી દીધો

ક્રિશ્ના ઠાકોર ગોપાલના અન્ય યુવતી સાથેના સંબધ હોવાનું જાણી હચમચી ઉઠી હતી

ગોપાલ ઠાકોર અનેક ગુનામાં સંડોવાયેલો હતો.તેની સામે હત્યા,હત્યા નો પ્રયાસ,બળાત્કાર અને ખંડણી માગવાના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.માથાભારે કહી શકાય તે પ્રકાર ની પ્રકૃતિ ધરાવતો ગોપાલ ઠાકોર અનેક વખત જેલ વાસ પણ ભોગવી ચુક્યો છે.ગોપાલ ની છાપ ખૂબ ખરાબ હોવાને કારણે તે પોતાની મનમાની કરવા ટેવાયેલો હતો.જો કે ગોપાલ ઠાકોર ના તમામ કૃત્યમાં સાથ આપનાર પત્ની ક્રિશ્ના ઠાકોર ગોપાલ ના અન્ય યુવતી સાથે ના સંબધ હોવાનું જાણી હચમચી ઉઠી હતી.જે બાબતને લઈને સોમવાર મોડી રાત્રે પતિ પત્ની વચ્ચે યુવતીને લઈને ઝગડો થયો.આ જગડામાં ઉશ્કેરાયેલા ગોપાલ એ પોતાની પાસેની છરી પત્ની ને મારવાનો પ્રયાસ કર્યો.જો કે તે સમયે ક્રિશ્ના ઠાકોર નો ભાઈ સુરેશ આવી જતા ભાઈ બહેન એ ભેગા મળી ગોપાલ ઠાકોર નો પાઇપ નો ફટકો મારી હાથ ભાગી નાખ્યો હતો.અને ત્યાર બાદ બંને ભાઈ બહેન છરી વડે ગોપાલ ઉપર તૂટી પડ્યા હતા.જેમાં ગંભીર ઇજા થવાને કારણે ગોપાલ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પતિ,પત્ની અને વો ના ચક્કરમાં પત્ની જ હત્યારી બની ગઈ.અને માથાભારે શખ્સને જીવ ગુમાવવો પડ્યો.જો કે ગોપાલ ઠાકોરના કારનામાં ને કારણે પત્ની ને તેની હત્યા કરવાનો કોઈ જ રંજ નથી. એવું ચર્ચાતું જાણવા મળ્યું હતું.

(With Input, Manish Mistri, Mehsana) 

Next Article